Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

સમસ્‍ત ખવાસ-રજપુત સમાજના વિદ્યાર્થીઓ માટે રવિવારે શૈક્ષણિક કીટનું વિતરણ કરાશે

દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા

રાજકોટઃ સમસ્‍ત ખવાસ રજપુત સમાજના વિદ્યાર્થીઓ માટે લંચબોકસ-કંપાસબોકસ ટુલકીટ ચોપડા નોટબુક વિતરણનું આયોજન થયુ છે.

આગેવાનોએ જણાવેલ કે ખવાસ રજપુત સમાજ ગુજરાત રાજયમાં બહોળો સમુહ ધરાવે છે રાજય સરકાર અને કેન્‍દ્ર સરકાર બંનેનો અનામતનો લાભ મળતો હોવા છતા સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે હજુ પણ સંઘર્ષ કરી રહયો છે સમાજમાં શિક્ષણનું સ્‍તર ખુબ જ અત્‍યંલ્‍પ છે. શિક્ષણનું સ્‍તરએ આજના સમાજનો બૌધ્‍ધિક અને આર્થિક માપદંડ છે સમાજનું ઉજજવળ ભવિષ્‍ય સાધવા માટે સમાજ પ્રત્‍યે સમર્પણનો ભાવ રાખતા યુવાનોએ આગળ આવીને સમાજના ઉત્‍થાન માટે દર ત્રણ વર્ષે ચુંટણી પ્રક્રિયાથી સમાજનો આગેવાન સુનિતિ કરવાની જરૂરત છે ત્‍યારે દર વર્ષની જેમ આ વર્ષે દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ તથા સમાજના દાતા યુવા અગ્રણી કિશનભાઇ તુવરના માતુશ્રી સ્‍વ.જયોતિબેન પંકજભાઇ તુવરના અસ્‍મરણાર્થે તુવર પરિવાર દ્વારા સમાજના વિદ્યાર્થીઓ પૈકી ૧થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ માટે  લંચબોકસ-કંપાસબોકસ ટુલકીટ તથા ૯થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક ચોપડા-નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.

આયોજન સફળ બનાવવા દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના મેનેજીંગ ડિરેકટર કાનાભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ અરવિંદભાઇ વાઘેલા, નરેન્‍દ્રભાઇ ચૌહાણ, સાવનભાઇ રાઠોડ, અશ્વિનભાઇ ચૌહાણ, સુનિલભાઇ પરમાર, પ્રતિકભાઇ બારડ, રતનભાઇ રાઠોડ, ચેતનભાઇ સોલંકી, નિરવભાઇ ચૌહાણ, બલવિરભાઇ પરમાર, અલ્‍પેશભાઇ ગોહીલ, કીશનભાઇ તુવરખિલનભાઇ ભટ્ટી, સન્નીભાઇ વાઘેલા, કમલેશભાઇ પરમાર, જયભાઇ હાપા, ભાવેશભાઇ હાડા, પાર્થભાઇ ભટ્ટી, પ્રિયાંકભાઇ ચૌહાણ, હિતેશભાઇ ચાવડા, દેવાંગભાઇ મકવાણા, શૈલેષભાઇ ચૌહાણ, આનંદભાઇ મકવાણા જહેમત ઉઠાવી રહયા છે.

તા.૪/૬ રવિવાર સવારે ૧૦થી ૧, સ્‍થળઃ રૈયારોડ, આમ્રપાલી ટોકીઝ સીટી સેન્‍ટર સામે પટેલ રેસ્‍ટોરન્‍ટ બાજુમાં સદગુરૂ માર્કેટ, રાજકોટ. વધુ વિગતો માટે મો.૯૪૦૯૨ ૦૦૮૦૦, ૯૬૮૭૫ ૦૦૮૮૮(તસ્‍વીરઃ  સંદીપ બગથરીયા)

(5:05 pm IST)