Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

લીગલ એઇડ ડીફેન્‍સ કાર્યવાહીમાં પોકસો બળાત્‍કાર કેસના આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા., ૩૧: અત્રે ચીફ લીગલ એઇડ ડીફેન્‍સ  કાઉન્‍સીલ અમીતા પી. સિપ્‍પી દ્વારા થયેલ રજુઆતો અને દલીલોને લક્ષમાં લઇને પોકસો તેમજ બળાત્‍કારના કેસમાં કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ હતો.

બનાવની ટુંકમાં વિગત આરોપી બરસા મુછીરામ બરંડી વિરૂધ્‍ધ ફરીયાદીની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી તેલંગાણા રાજયના હૈદરાબાદ શહેરના ગંદીમઇસમાં વિસ્‍તારમાં લઇ જઇ ત્‍યાં મકાન રાખી ભોગવનારને પોતાની સાથે રાખી તેણી સાથે શરીર સબંધ બાંધી ગુન્‍હો કર્યાની ફરીયાદ રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ હતો.

ત્‍યાર બાદ આરોપી વિરૂધ્‍ધ તા.પ-૪-૨૦૨૩ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતું. ચીફ લીગલ એઇડ ડિફેન્‍સ કાઉન્‍સેલે શ્રી અમીતા પી. સીપ્‍પી દ્વારા  જામીન અરજી દાખલ કરી રજુઆત કરેલ હતી. જેમાં જણાવેલ હતું કે પોકસોનો કાયદો બાળકોની રક્ષણ માટે બનેલ છે. જયારે સદરહું કિસ્‍સામાં ખોટી રીતે પોકસો એકટની કલમો લગાડેલ છે. ભોગવનાર પોતાની  મરજીથી આરોપી સાથે ગયેલ હોય. આ કિસ્‍સામાં રેકર્ડ પરના  પુરાવા ચાર્જશીટ સાથે રજુ છે. તે ધ્‍યાને લઇ આરોપીને જામીન મુકત કરવા જોઇએ. તેમજ અલગ-અલગ નામદાર હાઇકોર્ટના  ચુકાદાઓ રજુ કરેલા જે રાજકોટના નામદાર એડીશ્નલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજે  ધ્‍યાને લઇ તેમજ આરોપી તરફે થયેલ દલીલો માન્‍ય રાખી આરોપીની જામીન અરજી મંજુર કરતો હુકમ ફરમાવેલ હતો.

આ જામીન અરજીના કામમાં લીગલ એઇડ ડિફેન્‍સ કાઉન્‍સેલમાંથી ડેપ્‍યુટી ચીફ લીગલ એઇડ ડિફેન્‍સ કાઉન્‍સીલમાંથી ડેપ્‍યુટી ચીફ લીગલ અઇડ ડિફેન્‍સ કાઉન્‍સીેલ તરીકે હિતેષ જી.ગોહેલ અને મિતલ પી.સોલંકી તેમજ આસીસ્‍ટન્‍ટ નયન વી.દોમડીયા, ભાવીશા વી.પંડીત, રિધ્‍ધિશા આર. રત્‍નેશ્વર અને અજય આર. તોલાણી નાઓ રોકાયેલ હતા.

અમિતાબેન સિપ્‍પી

લીગલ એઇડ ચીફ ઓફીસર

 

(5:06 pm IST)