Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ગોંડલ રોડ ટીલાળા ચોક પાસે બાઇક ટ્રેકટર સાથે અથડાતા જીતેન્‍દ્રભાઇનું મોત

બાંધકામની સાઇડ પરથી બાઇક પર ઘરે જતી વખતે બનાવ

રાજકોટ તા. ૩૧: ગોંડલ રોડ પર ટીલાળા ચોક પાસે ટ્રેકટર સાથે બાઇક અથડાતા ગોંડલના યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ મુળ ગોંડલ હાલ રાજકોટમાં રહેતા જીતેન્‍દ્રભાઇ ગોબરભાઇ વાગડીયા (ઉ.વ. ૪૩) રાત્રે બાંધકામની સાઇટ પરથી મજૂરી કામ કરી બાઇક લઇને પોતાના ઘરે જતો હતો ત્‍યારે વગળ ચોકડી અને ટીલાળા ચોક વચ્‍ચે બાઇક ટ્રેકટરની સાઇડમાં ઘુસી જતા જીતેન્‍દ્રભાઇને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા જીતેન્‍દ્રભાઇનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. વી. એમ. મોરવાડીયા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

(5:07 pm IST)