Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્‍સના ગુનામાં સામેલ રૂખડીયાપરાનો સીકંદર પાસામાં ધકેલાયો

એસઓજીના પીઆઇ જે. ડી. ઝાલા તથા ટીમે વોરંટની બજવણી કરી વડોદરા જેલ હવાલે કર્યો

રાજકોટ તા. ૩૧: શહેરમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થ મેફ્રેડોન (એમ.ડી.) ના જથ્‍થા સાથે પકડાયેલા રૂખડીયા પરાના શખ્‍સને એસઓજીએ પાસા હેઠળ ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના એ-ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાંથી એસઓજીની ટીમે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ના જથ્‍થા સાથે મૂળ અમદાવાદ હાલ રાજકોટ રૂખડીયાપરા પંજેતન ચોક પાસે રહેતા સીકંદર ઇશાકભાઇ શેખ (ઉ.વ. ર૧) ને પકડી લીધો હતો. બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્‍યો હતો. થોડા દિવસ પહેલા તે જેલમાંથી જામીન પર છુટયો હતો. શહેરમાં માદક પદાર્થનો વેપાર-ધંધોકરનારા શખ્‍સો ઉપર અંકુશ રહે અને લોકોની આર્થીક અને સામાજીક સુખાકારીને પાયમાલીના માર્ગ તરફ લઇ જતી અટકે તેમજ લોકો આવી બદીથી દૂર રહે અને કાયદાનો કડક અમલ થાય તે માટે સિકંદરને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પી.આઇ. એમ. બીી. નકુમ, એ.એસ.આઇ. રાજુભાઇ વેદકવાલ, હેડ કોન્‍સ્‍. ઇન્‍દ્રસિંહ સીસોદીયા અને ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઇમના કોન્‍સ. પારસભાઇ ટાંક સહિતે દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવે વોરંટ ઇશ્‍યુ કરતા એસઓજીના પી.આઇ. જે. ડી. ઝાલા, હેડ કોન્‍સ. અરૂણભાઇ બાંભણીયા, રણછોડભાઇ આલ, ઇન્‍દ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ તથા હાર્દીકસિંહ પરમારે, રૂખડીયાપરાના સીકંદર ઇશાકભાઇ શેખને પાસા તળે અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દઇ વોરંટની બજવણી કરી હતી.

(5:08 pm IST)