Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ડીસ્‍ટ્રીકટ બેંકમાંથી લોન લઇને આપેલ ચેક રિટર્ન કેસમાં મહિલાને એક વર્ષની સજા

સજા સાથે એક માસમાં વળતર ન ચુકવે તો વધુ સજાનો હુકમ

રાજકોટ,તા.૩૧ : રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો-ઓ. બેંક લી. માંથી મેળવેલ લોનની વસુલાત માટે આપેલ ચેક રીટર્ન ઍગેની ફોજાદારી ફરીયાદમાં એક વર્ષની સજા આરોપીને ફટકારી હતી તેમજ વળતર ચુકવવા પણ હુકમ કર્યો હતો. આરોપી દ્વારા જો રૂા. ૧,૭૪,૬૭૮/૦૦ વળતર એક માસમાં ન ચુકવે તો વધુ એક માસની સજાનો હુકમ પણ કોર્ટે ફરમાવેલ હતો.

 આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ શહેરના સહકારનગર મેઈન રોડ ઉપર કલ્‍યાણનગરમા રહેતા અર્ચનાબા ગજેન્‍દ્રસિંહ જાડેજાએ શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટીવ બેક થી. સહકારનગર મેઈન રોડ શાખા, રાજકોટમાંથી રૂા. ૭,૧૬,૦૦૦ ની લોન મેળવેલ. આ લોન મેળવેલ ત્‍યારે લોનની રકમ ભરપાઈ કરવા અંગે રૂા. ૩,૪,૬૮૭૦ નો ચેક આપેલ. સદરહુ  લોન વસુલ આપવા માટે આપવામાં આવેલ. આ ચેક બેંકે ખાતામાં ભરતા તે ચેક ખાતામાં અપુરતા નાણાને કારણે પરત કરેલ જેથી  અર્ચનાબા ગજેન્‍દ્રસિંહ જાડેજાએ આપેલ ચેક રીટર્ન થતા બેંક એડવોકેટ નિલેશ જી. પટેલ મારફત ચેક રીટર્ન થયા અંગેની અને ચેકવાળી રકમ ચુકવી આપવા અંગેની નોટીસ આપેલ નોટીસ આપવા છતા આરોપી અર્ચનાબા ગજેન્‍દ્રસિહ જાડેજાએ ચેકવાળી ૨કમ બેન્‍કમાં ભરપાઈ કરેલ નિહ. અર્ચનાબા જાડેજાએ ચેકવાળી ૨કમ બેન્‍કને વસુલ નહિ આપતા બેન્‍કના બ્રાન્‍ચ મેનેજર રાવતભાઈ નારણભાઈ ગેરૈયાએ રાજકોટના ચીફ જ્‍યુડિશ્‍યલ મેજીસ્‍ટ્રેટની કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ

 ફરીયાદી બેન્‍ક તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા બેન્‍કના એડવોકેટ નિલેશ જી. પટેલની દલીલો તેમજ  સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઆ ધ્‍યાને લઈ   કોર્ટે ફરીયાદીનો પુરાવો તથા રજુઆતો ગ્રાહય રાખેલ.

 તેમજ લોન લઈ પરત ન આપવાના બદઈરાદો ધરાવતા વ્‍યકિતઓને કાયદાનું ખોટુ અર્થઘટન કરતા તેમજ ચેકનો દુરુપયોગ કરતા ગુન્‍હાને હળવાશથી લઈ શકાય નહિ તેવી દલીલો માન્‍ય રાખેલ છે. તેમજ અર્ચનાબા જાડેજા સામેનો કેસ સાબીત થયેલ છે તેવુ માની અર્ચનાબા જાડેજાને એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ બેન્‍ક તરફથી દાખલ કરવામાં આવેલ આ ફોજદારી ફરીયાદ ચાલતા દરમ્‍યાન અર્ચનાબા જાડેજાએ બેન્‍ક રૂ.૧૬૦,૦૦૦ ચુકવી આપેલ હોય, રૂ&.૧,૭૪,૬૮૭ વળતર પેટે એક માસમાં ચુકવવા હુકમ ફરમાવેલ છે તેમ વળતરની રકમ ચુકવવામા નિષ્‍ફળ જાય તો વધુ એક માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી શ્રી રાજ ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટીવ બેંક લી. તરફથી રાજકોટના એડવાર્કેટ નિલેશ જી. પટેલ, મુકેશ જરીયા, નિકુજબેન બુસા તથા સહાયક તરીકે રેખાબેન ઓડેદરા રોકાયેલ હતા.

(5:18 pm IST)