Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્‍બે વધુ ૧પ રૂા.નો ઘટાડો

રાજકોટ તા. ૩૧ : ખાદ્યતેલોમાં સતત મંદીના પગલે આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧પ રૂા.નો ઘટાડો થયો હતો.

આયાતી તેલો સસ્‍તા થતા અને ઘરાકી ઘટતા સ્‍થાનીક બજારમાં સીંગતેલમાં વધુ ૧પ રૂા. તૂટયા હતાં. સીંગતેલ લૂઝ (૧૦ કિ. ગ્રા.)ના ભાવ ૧પ૪પ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧પ૩૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૮પ થી ર૭૩પ રૂા. હતા તે ઘટીને ર૬૭૦ થી ર૭ર૦ રૂા. થયા હતાં. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં ૧પ રૂા. ઘટતા કપાસીયા તેલ લૂઝના ભાવ ૮૩પ રૂા. હતા તે ઘટીને ૮ર૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ૧પ૪૦ થી ૧પ૯૦ રૂા. હતા તે ઘટીને ૧પરપ થી ૧પ૭પ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતાં.

છેલ્લા બે દિ' માં સીંગતેલ અને કપાસીયા તેલમાં ૩૦ રૂા.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

(5:46 pm IST)