Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સવા વર્ષથી બંધ ગ્રામ્ય વિસ્તારની ઢગલાબંધ બસો શરૂ કરતુ રાજકોટ એસટી ડીવીઝન : નાઇટ સર્વિસનો પણ સમાવેશ

હડમતિયા - બેડલા - માલિયાસણ - ખેરડી - પાળ - રાવકી - લોધીકા - પાડાસણા - ખાખરાબેલા સહિત અનેક ગામો આવરી લેવાયા

રાજકોટ તા. ૩૧ : કોરોના કાળ પૂરો થતા અને કેસો ઝીરો લેવલે પહોંચતા તથા ટ્રાફિકનો વધારો થતા રાજકોટ એસટી ડિવીઝને આજથી સવા વર્ષથી બંધ ગ્રામ્ય વિસ્તારની ઢગલાબંધ બસો શરૂ કરી દેતા ગ્રામ્ય પ્રજામાં હાશકારો ફેલાયો છે.

એસટી તંત્રના અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ આજથી શરૂ થયેલ બસોમાં હડમતિયા, બેડલા, ખેરડી, માલિયાસણ, બામણગામ, પાળ, રાવકી, ખરેડી, પાડાસણા, ખાખરાબેલા, નાના સગારીયા, ચાંદલી વિગેરેનો સમાવેશ થાય છે.

મુસાફરો - ગ્રામજનો - વિદ્યાર્થીઓની સુવિધા માટે આજથી બસો દોડવા માંડી છે. જેમાં હડમતિયા નાઇટ સર્વિસ ૧૮.૩૦ કલાકે (વાયા મવડી, પાળ, રાવકી, લોધીકા), બેડલા નાઇટ સર્વિસ ૧૯.૩૦ કલાકે (વાયા માલિયાસણ, ખેરડી), અપડાઉન સર્વિસમાં સવારે ૭.૪૫ કલાકે રાજકોટ - બામણગામ (વાયા : મવડી, પાળ, રાવકી, ખરેડી), સવારે ૮ કલાકે રાજકોટ - પાડાસણ (વાયા અણીયારા), બપોરે ૧૨.૩૦ કલાકે રાજકોટ - ખાખરાબેલા, બપોરે ૧૩ કલાકે રાજકોટ નાના સગારીયા, બપોરે ૧૪.૧૫ કલાકે રાજકોટ - ખરેડી (વાયા મવડી, પાળ, રાવકી, લોધીકા, ચાંદલી), સાંજે ૧૬.૧૫ કલાકે રાજકોટ - ચાંદલી (વાયા શાપર, રિબડા)ની બસો શરૂ કરવામાં આવી છે.

(11:54 am IST)