Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રૈયા ગામમાં એપાર્ટમેન્ટના ફલેટમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ નવ મહિલા ઝડપાઇ

યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ રૂ.૨૦ હજારની રોકડ કબજેઃ બીજા દરોડમાં પ્રનગર પોલીસે રેલનગર રામ પાર્કમાં મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો પાડી ૮ મહિલા પકડાઇ

રાજકોટ, તા.૩૧: રૈયા ગામમાં આવેલા સવન સીફની એપાર્ટમેન્ટના ફલેટમાં મહિલા સંચાલિત જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતી નવ મહિલાને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ રૈયા ગામ સામે આવેલા સવન સીફની એપાર્ટમેન્ટમાં મહિલા જુગારધામ ચલાવતી હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ.બી.વોરાને બાતમી મળતા સ્ટાફ સાથે એપાર્ટમેન્ટના બી વીંગ ફલેટ નં.૯૦૧માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ફલેટમાં જુગાર રમતા ફલેટ માલીક ભારતીબેન હીતેન્દ્રભાઇ ધાનક તથા ફલેટ નં.૯૦૩ના મંજુબેન ભાવનભાઇ ઝાઝરૂકિયા, ગોપાલચોક આદીત્ય હાઇટસ એફ વીંગ ફલેટ નં.૫૦૩ના સોનલબેન અશોકભાઇ જગડા, સવન સેફરન સીવીંગ ફલેટ નં.૩૦૪ના હર્ષાબેન મહેન્દ્રભાઇ ધઘડા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્યામલ સ્કાય લાઇફ એપાર્ટમેન્ટ એ-વીંગ ફલેટ નં.૧૨૦૩ના ભાવનાબેન ભુપેન્દ્રભાઇ સરડવા, સાધુવાસવાણી રોડ, ગાર્ડન સીટી ડી-વીંગ ફલેટ નં.૮૦૨ના ભાવનાબેન નરેન્દ્રભાઇ ધકાણ, સત્યમ બંગ્લોઝ નં.૩૭ના પ્રવીણાબેન ઉમેશભાઇ વાયા, યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક પેરેમાઉન્ટ પાર્ક શેરી નં.૪ના ઇલાબેન મગનભાઇ ઘેટીયા અને સાધુવાસવાણી રોડ પર ગાર્ડન સીટી ડી-વીંગ ફલેટ નં.૮૦૨ના વીમ્પલબેન નરેન્દ્રભાઇ ધકાણને પકડી લઇ રૂ.૨૦,૪૩૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ.એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.વોરા, હેડ કોન્સ ઇકબાલભાઇ, વીજયભાઇ, મહેન્દ્રસિંહ જીવાન સંગભાઇ, ઇન્દ્રસિંહ, વીપુલભાઇ, મેહુલસિંહ, નીલેશભાઇ, દુર્ગા શકિત ટીમના કોન્સ ક્રિષ્નાબેન, નીલમબેન દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડમાં રેલનગર રામ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં વૃધ્ધા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ ડી.કે.ખાંભલા, કોન્સ યુવરાજસિંહ અને મહાવીરસિંહને બાતમી મળતા રામ પાર્ક સોસાયટી શેરી નં.૨માં રહેતા રંજનબા ચંદુભા ગોહીલના મકાનમાં દરોડો પાડી તીન પતીનો જુગાર રમતા મકાન માલીક રંજનબા તથા રેલનગર આસ્થા ચોક રામકૃષ્ણ વર્મા એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૧ના નફીસાબેન નુરાભાઇ જુણેજા, પોપટપરા રઘુનંદન સોસાયટી શેરી નં.૪ના નરગીસબેન નુરાભાઇ જુણેજા, હનીફાબેન જુણેજા, ગોંડલ રોડ શ્યામ હોલવાળો રોડ શ્રધ્ધા પાર્ક શેરી નં.૫ના ગીતાબેન શૈલેષભાઇ બોરડા દોઢસો ફૂટ રોડ સદભાવના હોસ્પિટલ પાછળ ધર્મનગર શેરી નં.૩ના મીનાબા રવુભા ચૌહાણ, રેલનગર શીવમ પાર્કના દક્ષાબા કિશોરસિંહ જાડેજા અને સંતકબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા સવિતાબેન પુનાભાઇ ભલગામડીયાને પકડી લઇ રૂ.૨૫,૦૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:46 pm IST)