Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોઢ વણિક નિવૃત્ત જજ ધીરૂભાઇ મુછાળા દંપતિનું સન્માન

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા મોઢ વણિક નિવૃત્ત જજ ધીરૂભાઇ મુછાળા દંપતિને 'મુઠી ઉંચેરા દંપતિ' તરીકે સન્માનપત્ર અને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં શ્રીમતી અરૂણાબેન એન. કલ્યાણી, ગીતાબેન એ. પટેલ, ગીતાબેન કે. પટેલના હસ્તે દંપતિને કંકુ તિલક કરી શ્રીફળ-પડો ચેતનભાઇ મહેતા તથા પ્રવિણભાઇ હાપલીયાના હસ્તે  તેમજ કેસરી ખેસ હરેશભાઇ હરીયાણી, પરીમલભાઇ, જીતુભાઇ ગાંધી, જયેન્દ્રભાઇ મહેતાએ ઓઢડી તેમજ મુકેશભાઇ દોશી, સુનિલભાઇ વોરા, નલીનભાઇ તન્નાના હસ્તે ગીફટ બોકસ અને શાલ આપીને તેમજ પ્રતાપભાઇ પટેલ, રમેશભાઇ જીવાણી, અશ્વિનભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ, નવનીતકુમાર કલ્યાણીના હસ્તે સન્માનપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરાયુ હુત. અનુપમભાઇ દોશીએ સન્માનપત્રનું વાંચન કર્યુ હતુ.

(2:49 pm IST)