Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વેકસીનમાં સતત અંધાધુંધી - દેકારો : ભાનુબેન સોરાણી

આજે પણ હજારો લોકો વેકસીન વગર પાછા ફર્યા : કેન્દ્રો ઉપર સવારથી લાઇનમાં ઉભા રહેલા લોકોને ધરમ ધક્કા : વેપારીઓને દબાવવાનું બંધ કરી : સરકાર યોગ્ય વ્યવસ્થા કરે : વિપક્ષી નેતાની માંગ

રાજકોટ તા. ૩૦ : શહેરમાં સતત વેકસીન કેન્દ્રોમાં અંધાધૂંધી અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. દરરોજ હજારો લોકોને વેકસીન લીધા વગર જવું પડે છે. બીજી તરફ સરકાર વેપારીઓને ફરજીયાત વેકસીન માટે દબાવી રહી છે ત્યારે રાજ્ય સરકાર સૌ પ્રથમ વેકસીનની યોગ્ય વ્યવસ્થા કરવા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ માંગ ઉઠાવી છે.

આ અંગે મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ શહેરના નગરજનોને વેકસીન મળતી નથી અને વેપારીઓને વેકસીન આપવામાં મનપાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વેપારીઓને વેકસીન લેવા માટેની કોઈ નક્કર ગાઈડલાઈન્સ જ નથી જેથી વેપારીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે તેમજ અમોને લોકદરબાર પણ અનેક ફરિયાદો મળી છે ત્યારે રાજકોટ શહેરના નાગરિકો અને વેપારીઓ ને વેકસીન નો પહેલો ડોઝ પણ હજુ મળ્યો નથી અને રાજકોટના કલેકટરશ્રી, પોલીસ કમિશ્નરશ્રી અને મ્યુનીસીપલ કમિશ્નરશ્રી દ્વારા વેપારીઓને દબાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તેમજ કોરોના મહામારીમાં ઘણા વેપારીઓએ ઘંધા રોજગારી ગુમાવી છે માંડ-માંડ ધંધા રોજગાર શરૂ કર્યા છે ત્યારે સરકાર દ્વારા આવી ધમકીઓ આપવામાં આવી રહી છે. વેપારીઓ સાથે માનવતા દાખવવા ને બદલે તેને દબાવવાના હિન્ન પ્રયાસ આ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેનો સખ્ત વિરોધ કરીએ છીએ.

જયારે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર કોરોના મહામારીની સામે રક્ષણ આપતી વેકસીનનો સ્ટોક પણ પૂરો ફાળવી શકતી નથી તેના ઉપરથી એ સ્પષ્ટ શાબિત થાય છે કે કોરોનાને નાથવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે અને સરકાર આવનારી ત્રીજી લહેરમાં શું કરશે તેવો ખુબ મોટો પ્રશ્નાર્થ લોકોને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. શહેરના ૧૮+ કેટલા લોકોને વેકસીન આપી છે ? કઈ વેકસીન આપી છે ? કેટલા સેશનમાં વેકસીન અપાઈ છે ? ૪૫+ કેટલા લોકોને વેકસીનના બીજા ડોઝ મળ્યા છે? વગેરે સહિતના પ્રશ્નો હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે અને વેકસીન કયારે નગરજનોને સરળતાથી મળશે તેવો મોટો પ્રશ્નાર્થ છે.

વધુમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે આગામી કોરોના મહામારીની ત્રીજી લહેરમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા શું આયોજન કરેલ છે તે જાહેર કરવામાં આવે અને જે લોકોને પહેલો ડોઝ બાકી છે અને બીજો ડોઝ બાકી છે તેના સેશન કયારે કરવામાં આવશે અને વેકસીનનો સ્ટોક કયારથી ઓનલાઈન વેબસાઈટમાં મુકવામાં આવશે ? તેની સ્પષ્ટતા કરવા શ્રીમતી ભાનુબેન સોરાણીએ તંત્ર સમક્ષ માંગણી પણ કરી છે જેનો આજદિન સુધી હજુય જવાબ મળ્યો નથી અને વેકસીન બાબતે તંત્ર કટિબદ્ઘતા થી કાર્ય કરે અને વેપારીઓને દબાવવાનું બંધ કરે તેવું યાદીના અંતમાં જણાવ્યું છે.(૨૧.૨૯)

કાલે રવિવારના રોજ ૩૪ સેશન સાઇટ પર કોવીશીલ્ડ, ૨ સેસન સાઇટ પર કોવેકસીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે : પ્રથમ ડોઝ નહી અપાય

રાજય સરકારશ્રી દ્વારા તમામ લોકોને રસીના બંને ડોઝ આપી સુરક્ષિત કરવાના ઉદેશ્યથી રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૦૧/૦૮/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૩૪ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસીનો અને ૦૨ સેસન સાઈટ પર કોવેકસીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. કોવીશીલ્ડ વેકસીનના પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ અને કોવેકસીન વેકિસનના પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ થતા હોય તેવા લાભાર્થીઓ બીજો ડોઝ લઇ શકશે. કોરોના રસીના પ્રથમ ડોઝ માટે લાભાર્થીઓનું આવતીકાલે રવિવારે વેકસીનેશન કરવામાં આવશે નહી જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.

  • કોવીશીલ્ડ રસીનો માત્ર બીજો ડોઝ અપાશે

૧)  સિવિલ હોસ્પિટલ

૨)  પદ્મકુંવરબા હોસ્પિટલ

૩)  શ્યામનગર આરોગ્ય કેન્દ્ર

૪)  ચાણકય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી

૫)  નંદનવન આરોગ્ય કેન્દ્ર

૬)  શિવશકિત સ્કુલ

૭)  નાનામવા આરોગ્ય કેન્દ્ર

૮)  મવડી આરોગ્ય કેન્દ્ર

૯)  શાળા નં. ૮૪, મવડી ગામ

૧૦) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર

૧૧) શાળા નં. ૨૮, વિજય પ્લોટ

૧૨) સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ

૧૩) સદર આરોગ્ય કેન્દ્ર

૧૪) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર

૧૫) શેઠ હાઈસ્કુલ

૧૬) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર

૧૬) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર

૧૭) શાળા નં. ૬૧, હુડકો

૧૮) શાળા નં. ૨૦ બી, નારાયણનગર

૧૯) જંકશન આરોગ્ય કેન્દ્ર

૨૦) માધાપર આરોગ્ય કેન્દ્ર

૨૧) રેલ્વે હોસ્પિટલ

૨૨) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ

૨૩) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર

૨૪) આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)

૨૫) કબીરવન આરોગ્ય કેન્દ્ર

૨૬) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર

૨૭) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર

૨૮) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર

૨૯) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર

૩૦) તાલુકા શાળા (BRC) ભવન

  • કોવેકસીન રસીનો માત્ર બીજો ડોઝ અપાશે

૧)  શાળા નં. ૪૭, મહાદેવ વાડી,  લક્ષ્મીનગર

૨)  શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

(3:23 pm IST)