Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મિલ્કત વેરા વળતર યોજનાનો છેલ્લો દિ': ૧૨૧.૩૧ કરોડની આવક

૨.૧૬ લાખ કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લીધોઃ આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી ઓન લાઇન વેરો ભરી શકાશે

રાજકોટ તા. ૩૧: મ્યુ.કોર્પોરેશનની મિલ્કત વેરા શાખા દ્વારા એડવાન્સ મિલ્કત વેરો ભરનાર પુરૂષ મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું ૩૧ જુલાઇ સુધી મંજુર કરાયેલ છે ત્યારે આ યોજનાનો આજે છેલ્લો દિવસ છે. સાડા ત્રણ મહિનામાં ૨.૧૬ લાખ કરદાતાઓએ રૂ.૧૨૧.૩૧ કરોડ તંત્રની તીજોરીમાં ઠાલવ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૬ એપ્રિલ, થી સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવે. છે.

આજ બપોરનાં ૧૨ વાગ્યામાં શહેરનૉ ૨.૧૬ લાખ કરદાતાઓએ રૂ.૧૨૧.૩૧ કરોડનો વેરો ભરી ૧૧ કરોડનું વળતર મેળ્વયુ છે.

૧.૨૦ લાખ લોકોએ આંગળીનાં ટેરવે વેરો ભર્યો

શહેરનાં ૧,૨૦,૪૦૫ કરદાતાઓએ ઓનલાઇન થકી રૂ.૫૯.૨૮ કરોડ વેરો ભર્યો છે.

(3:47 pm IST)