Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મ.ન.પા. દ્વારા ફાસ્ટ ફુડમાં વપરાતા મસાલા-સોસ-મેયોનિસ વગેરેનાં ૬ નમૂના લેવાયા

૯૯ હોટેલ રેસ્ટોરન્ટમાં ફુડ લાયસન્સનું ચેકીંગ

રાજકોટ તા. ૩૦ :.. મ.ન.પા.નાં આરોગ્ય વિભાગ દ્વારા ૬ સ્થળોએ ફાસ્ટ ફુડ વગેરેમાં ઉપયોગમાં લેવાતાં મેયોનિસ, આરેગાનો, સોસા, મખાની ગ્રેવી, ફેટ સ્પ્રેડ વગેરે ખાદ્ય ચીજોનાં નમૂનાઓ લઇ અને સરકારની લેબોરેટરીમાં તપાસમાં મોકલી અપાયેલ.

મ.ન.પા.ની યાદીમાં જણાવાયા મુજબ ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ ટોપ સેફ આર્ટ ઓરેગાનો સ્થળ રવિ એન્ટરપ્રાઇઝ ૧પ૦ રીંગ રોડ માર્ટ (ડી -માર્ટ), કુવાડવા રોડ ડો. ઓટકર ફન ફુડ વેજ મેયોનિસ સ્થળ અદિતી એન્ટરપ્રાઇઝ, સોજીત્રાનગર મે. રોડ, વીબા મખાની ગ્રેવી સ્થળ એચ. પી. ટ્રેડીંગ, મોચી બજાર મે. રોડ, મીના નેચરલ ટેબલ મેયોનિસ સ્થળ શ્યામ ડેરી પ્રોડકટ કોઠારીયા મે. રોડ, સનસનાઇ બ્રાઉન કુકીંગ સોસ સ્થળ  રિધ્ધિ સિધ્ધિ માર્કેટીંગ, જીમ્મી ટાવર, માઇક્રો લાઇટ પ્રીમિયમ ફુડ સ્પ્રેડ, સ્થળ કિશોર એન્ડ ક. ભકિતનગર સ્ટેશન પ્લોટ વગેરે સ્થળોએ આ ખાદ્ય ચીજોનાં નમૂનાઓ લેવાયેલ.

જયારે શહેરની ૯૯ હોટેલ - રેસ્ટોરન્ટમાં ફુડ લાયસન્સનું ચેકીંગ કરાયેલ. અને તમામ પાસે લાયસન્સ હોવાનું બહાર આવ્યું હતું. 

(3:49 pm IST)