Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સોમવારે ડાયાબિટીઝના દર્દીઓ માટે ફ્રી હેલ્થ કેર કેમ્પ

લલિતાલય ડાયાબિટીઝ સેન્ટર' દ્વારા વિજયભાઇ રૂપાણીના જન્મદિનની ઉજવણના ભાગરૂપે : ૩૯ પ્રકારના ખર્ચાળ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે : રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી

રાજકોટ તા. ૩૧ : હાલ કપરો કોવિડ કાળ ચાલી રહ્યો છે. સાથે મ્યુકર માઈકોસીસ નામની આફત આવી પડતાં હાલત કફોડી થઈ જવા પામી છે. કોરોના અને મ્યુકર બન્ને બીમારી માટે મુખ્યત્વે ડાયાબીટીઝ જ જવાબદાર હોવાને કારણે ડાયાબીટીક દર્દીઓને ઉની શ્નઆંચલૃન આવે તે માટે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા એરપોર્ટ રોડ પર આવેલી ગીત ગુર્જરી સોસાયટી-૬, પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેના રોડ ખાતે ૧૮,૦૦૦ સ્કવેયર ફૂટમાં 'લલિતાલય ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર'નું નિર્માણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિનના ઉપલક્ષમાં આ સેન્ટર પર તા.૨ ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે વિનામૂલ્યે હેલ્થ કેર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં અતિ ખર્ચાળ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. જેમાં Blood Sugar: FBS + PBBS, Complete Blood Count (17 parameters), Lipid Profile (8 tests), Liver Function Test (10 tests), અને Renal Function Test (4 tests) સહિત વિવિધ ૩૯ પ્રકારમાં ટેસ્ટ વિના મૂલ્યે કરવામાં આવશે. આ પ્રત્યેક ટેસ્ટ જો ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો એક ટેસ્ટની કિંમત રૂ.૧૫૦૦ જેટલી છે. પરંતુ સેવાની નેમને વરેલા શ્નલલિતાલય ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર' દ્વારા આ ટેસ્ટ એક દિવસ માટે વિનામૂલ્યે કરવામાં આવશે.

આધુનિક સાધનોથી સુસજ્જ લેબોરેટરીમાં લોહી-પેશાબના રીપોર્ટ, હ્ય્દય-કીડની-લીવર માટેના રીપોર્ટ તેમજ તદ્દન નવા એકસ-રે મશીન, સોનોગ્રાફી, ECG,  ઇકોકાર્ડીયોગ્રામ અને અન્ય સ્પેશ્યલ સુવિધા આ કેન્દ્રમાં પ્રાપ્ય છે.

રોટરી કલબના પ્રોજેકટ ઈન્ચાર્જ કલ્પરાજ મહેતા, રોટરી કલબના પ્રેસિડેન્ટ સંદીપ બાવીસી, સેક્રેટરી સંજય મણિયાર અને તેમની સંપૂર્ણ ટીમ દ્વારા આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. તે માટે  મોબાઈલ નંબર ૦૯૪૦૯૩ ૩૦૦૩૪-૩૫ ઉપરાંત લેન્ડલાઈન નંબર ૦૨૮૧-૨૪૪૪૦૨૪, ૨૪૪૪૦૨૫ ઉપર સંપર્ક કરી શકાશે.

(3:51 pm IST)