Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ઉપર રિબડા અને પીપળીયા વચ્ચે ૪ કાર વચ્ચે અકસ્માત

હાઇવે પર સ્કોડા ચાલક ટેસ્ટ ડ્રાઈવ માં માટે નીકળ્યા ત્યારે અકસ્માત સર્જાયો

ગોંડલ તા.૩૧ ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ઉપર રિબડા અને પીપળીયા વચ્ચે ૪ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.સોપાન ઇન્ડસ્ટ્રીયલ ઝોન પાસે એક પછી એક કાર અથડાઈ હતી.

આ બનાવની જાણ થતા પોલીસ કાફલો, નેશનલ હાઇવે ઓથોરિટી ની એમ્બ્યુલન્સ અને ક્રેન સહિત ની ટિમો ઘટના સ્થળ પર  દોડી ગઇ હતી.

મળતી માહિતી મુજબ હાઇવે પર સ્કોડા ચાલક ટેસ્ટ ડ્રાઈવ માં માટે નીકળ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.સ્કોડા ની ગાડી પાછળ એક પછી એક ૪ કાર અથડાઈ હતી.

વધુ વિગતો મેળવાઇ રહી છે.

 

(4:54 pm IST)