Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજકોટમાં છેલ્લા ત્રીસ કલાકમાં સૌથી વધુ જુના રાજકોટમાં ૧૮૯ મી.મી વરસાદ ખાબકયો

ગઇકાલ સવારનાં ૪ વાગ્યાથી આજ સવારનાં ૧૦ વાગ્યા સુધીમાં વેસ્ટમાં ૧૭૦ મીમી અને ઈસ્ટમાં ૧૮૩ મી.મી પાણી પડયું : આજે સવારે ૫ વાગ્યા થી ૬ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ વરસ્યો

રાજકોટ તા. ૩૧ : સમગ્ર રાજયભરમાં વરસાદી સીસ્ટમ્સ સક્રિય છે. ચોમેર બેસુમાર વરસી રહ્યો છે. મોટાભાગના સેન્ટરોમાં પાંચ ઇંચથી વધુ ખાબકયો છે. નદી, નાળા, ડેમો, છલકાઇ ગયા છે. ત્યારે રાજકોટ શહેરમાં મેઘરાજા દે ધનાધન વરસતા ગઇકાલે સવારનાં ૧૦ થી ૧૧:૩૦ કલાકમાં  ૪.૫૦ ઈંચ  વરસાદ પડયો હતો.

રાજકોટ શહેરમાં વહેલી સવારના ચાર વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જે દસ વાગ્યા સુધીમાં એક ઇંચ જેવો વરસાદ પડયો હતો.

ત્યારબાદ સવારનાં ૧૦ વાગ્યા બાદ મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ૧૧:૩૦ સુધીમાં સાડા ચાર ઈંચ જેવો વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં ધીમીધારે વરસાદ ચાલુ રહયો હતો. આજે સવારે ૫ થી ૬ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. (૨૧.૩૪)

ઝોન વાઇઝ માહિતી

રાજકોટ : ગત પરોઢીયે ૪ વાગ્યાથી આજ સવારનાં ૧૦ વાગ્યા સુધીમાં પડેલ વરસાદ ફાયર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં નોંધાયો હતો.જેની વિગત આ મુજબ છે.

ઝોન  ૩૦ કલાકના મોસમનો કુલ

      આંકડા (પ્.પ્.) વરસાદ (પ્.પ્.)

સેન્ટ્રલ    ૧૮૯       ૧૧૩૫

ઇસ્ટ      ૧૮૩       ૧૦૨૮

વેસ્ટ      ૧૭૦       ૧૧૨૩

(2:54 pm IST)