Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જામનગર રોડ ફલેટમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : સાત મહિલા ઝડપાઇ

રાજકોટ,તા. ૩૧: શહેરના જામનગર રોડ નાગેશ્વર કલ્પ વૃક્ષ એપાર્ટમેન્ટના ફલેટમાં મહિલા સંચાલીત જુગારધામ પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જુગાર રમતી સાત મહિલાને ઝડપી લીધી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, વનરાજભાઇ, દિગ્વીજયસિંહ, કનુભાઇ બસીયા અને ગોપાલભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે જામનગર રોડ નાગેશ્વર કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.૧માં દરોડો પાડી ફલેટ માલીક રજનીબેન ભાવેશભાઇ ફેફર, ફલેટ નં.૧૦૨ના શીલ્પા પ્રવિણભાઇ ગોસ્વામી, સમજુબેન પ્રવિણભાઇ ગોસ્વામી, આશીર્વાદ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧ના શારદાબેન કેતનભાઇ વાળા, લક્ષ્મીવીલા એપાર્ટમેન્ટ ફલેટ નં.૩ના સેજલબેન લખનભાઇ સીધ્ધપુરા, ગૌતમ એપાર્ટમેન્ટ રીધ્ધીબેન આશીષભાઇ પોન્ડાને પકડી લઇ રૂ. ૧૦,૯૬૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:42 pm IST)