Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સોની વેપારી વિરૂધ્ધ ચેક રિર્ટન થતાં કોર્ટમાં ફરિયાદ : આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ,તા.૩૧ : રાજકોટના સોની બજારના સોની વેપારી પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયા (સરા વાળા) સામે ફરીયાદી પ્રશાંત વિનોદભાઈ કલાડીયા એ રાજકોટની નામદાર અદાલત મા ચેક રીટર્ન થતા ફરીયાદ થતા અદાલતે આરોપી સામે ફરીયાદ દાખલ થયેલ-.

કેસ ની હકીકત એવી છે કે આ કામના આરોપી પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયા તથા તેમના ભાઈ ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયાની સહ માલીકીનંુ મકાન કે જે ગુજરાત રાજયના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ રાજકોટ શહેરમાં ગુંદાવાડી શેરી નં રર, થી ઓળખાતા વિસ્તારમાં સબ પ્લોટ નં ૯૦૭ થી ૯૧૦ પૈકી તથથા ૯૧૩ થી ૯૧૪/૧ ની જમીન ચો.મી.આ. ૪ર-૪૧ ઉપર આવેલ ઉભા ઈમલા ઈમારત સહીતના મકાન આવેલ હતુ સદરહુ ફરીયાદી પ્રશાંત કલાડીયા એ આ કામના આરોપી પાસેથી રજી. વેચાણ દસ્તાવેજ ખરીદ કરેલ અને સદરહુ મીલ્કત ઉપર આ કામના આરોપી તથા તેમના ભાઈ ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયા એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા માંથી લોન લીધેલ હતી આ મકાન ખરીદ કરતા પહેલા ફરીયાદી એ સદરહુ લોન અંગે તપાસ કરતા તા. ર૪/૧૦/ર૦૧૯ના રોજ લોનની બાકી લેણી રકમ રૂ. ૧૦,૭૦,૦૦૦-૦૦ અંકે રૂપિયા દસ લાખ સીત્તેર હજાર પુરા ભરપાઈ કરવાના બાકી હતા. ફરીયાદી મકાન ખરીદ કરવા માંગતા હોય તેથી આ લોન પુરી કરવા ફરીયાદી એ આ લોન ની રકમ પૈકી ૫,૩૫,૦૦૦-૦૦ અંકે રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર પુરાની લોન ભરપાઈ કરવા આરોપી પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયાને મદદ કરેલ જે અંગેનંુ એક લખાણ આરોપી પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયા તથા તેમના ભાઈ ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયા એ તા. ર૪/૧૦/ર૦૧૯ ના રોજ ફરીયાદી જોગ કરી આપેલ.

ફરીયાદી એ મકાન ખરીદ કર્યા બાદ રજી. વેચાણ દસ્તાવેજ કયા બાદ ફરીયાદીએ આરોપી પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયા તથા ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયા ઉપર વિશ્વાસ રાખેલ જેનો આરોપીએ ગેરઉપયોગ કરેલ અને આ રકમની ફરીયાદી એ અવાર નવાર માંગણી કરેલ હોવા છતા આરોપી એ લેણી રકમ ચુકવેલ નહીં અને આરોપી એ ફરીયાદી જોગ કરી આપેલ લખાણ મુજબ રૂ. ૫,૩૫,૦૦૦-૦૦ અંકે રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર પુરાનો આરોપી પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયા તથા જીજ્ઞાબેન પ્રવિણભાઈ ફીચડીયાના સંયુકત ખાતા માંથી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા (ગુંદાવાડી શાખા)નો ચેક આપેલ.

તેઓના જોઈન્ટ એકાઉન્ટ પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયા તથા જીજ્ઞાબેન ભાવિનભાઈ ફીચડીયા માંથી આ આરોપી પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયાની સહી વાળો ચેક આપેલ જે ચેક ''ફંડ ઈનસફિશ્યન્ટ''ના શેરા સાથે ચેક સ્વીકારયા વગર પરત આવેલ ત્યાર બાદ ફરીયાદીએ કાયદા મુજબની નોટીસ મોકલાવેલ પરંતુ નોટીસ બજી ગયેલ હોવા છતા નોટીસમાં દર્શાવ્યા મુજબ સમય મર્યાદામાં રકમ ચુકવવાની દરકાર કરેલ નહી  જેથી ફરીયાદી પ્રંશાત વિનોદભાઇ કાલડીયાએ કોર્ટમાં  સદરહુ ચેક રીટર્ન અંગેની આરોપી  પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયા સામે ફરીયાદ  કરેલ છે.

આ કામમાં ફરીયાદી પ્રશાંત વિનોદભાઈ કલાડીયા વતી રાજકોટના એડવોકેટ વિરેન્દ્ર વિ. રાણીંગા રોકાયેલ છે.

(3:44 pm IST)