Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સરસ્વતી વિદ્યામંદિરમાં પ્રકૃતિ વંદન

પર્યાવરણ સંવર્ધનના ભાગરૂપે દેશભરમાં પ્રકૃતિવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે અંતર્ગત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલની મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સ્થિત શાળાઓમાં કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ, વાલીઓ, સહિત સૌ કોઇએ પોતપોતાના પરિવાર સાથે મળીને શાળામાં, ઘરમાં, બગીચામાં વૃક્ષવંદન કે તુલસીવંદનની ઉજવણી મંત્રોચ્ચારના ગાન અને આરતી સાથે કરી હતી. તેમ સંસ્થાના ચેરમેન અપૂર્વભાઇ મણીઆરે જણાવ્યું છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલની રાજકોટ સ્થિત ત્રણેય શાળાઓમાં પ્રધાનાચાર્યો, આચાય?ર્ દ્વારા હિન્દુ આધ્યાત્મિક અને સેવાસંસ્થા, ઇનિશિયેટીવ ફોર મોરલ એન્ડ કલ્ચરલ ટેઇનિંગ ફાઉન્ડેશન અને પર્યાવરણ ગતિવિધિના સંયુકતરૂપે આયોજીત પ્રકૃતિ વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષવંદન, તુલસીવંદન કરવામાં આવ્યું હતું. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય શારીરિક અંતર જળવાઇ રહે તેમજ મુખપટ્ટી પહેરીને તમામ નિયમોનાં પાલન સાથે એક નૂતન અભિગમ દ્વારા યોજયેલા આ પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઓનલાઇન ઘરે રહી પ્રકૃતિવંદન કર્યું હતું. સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઇ મણીઆરે પણ પોતાના પરિવાર સાથે ઘરે રહી તેમજ સંસ્થાનાં અન્ય ટ્રસ્ટીશ્રીઓએ પણ પોતાના ઘરે રહી પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(4:10 pm IST)