Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

શહેર ભાજપ કાર્યાલયે સાંજે મહાઆરતી-કાલે યજ્ઞ સાથે સમાપન

 રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની  સંયુકત યાદીમાં જણાવાયું છે. કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી શહેર ભાજપ કાર્યાલય-સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદ્દગીભેર અને ભાવ અને ભકિતપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિધાનસભા-૭૧ નાં ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચા પરીવારજનો સાથે ઉપસ્થિત રહી આરતી અનેછપ્પન ભોગ દર્શનનો લાભ લીધો હતો. આજે કાર્યાલય પરિવાર મહાઆરતીનો લાભ લેશે. તેમજ કાલે સવારે સુક્ષ્મ યજ્ઞ સાથે ગણપતિ વિર્સજન કાર્યાલય ખાતે જ કરવામાં આવશે. સાતમાં દિવસે ગણપતિ મહારાજની આરતીનો આ તકે વોર્ડ નં.૧૭માંથી જીજ્ઞેશભાઇ જોષી, અનિતાબેન ગૌસ્વામી, જગદીશભાઇ વાઘેલા, વોર્ડ નં. ૧૮માંથી શૈલેષભાઇ પરસાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજ રોજ આરતી સાથે છપ્પન ભોગ, દર્શનનો લાભ લીધો હતો. તેમજ આ તકે શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ, શહેર કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, નલહરી સહિતનાંએ ગણપતિ દાદાની આરતીનો લાભ લીધો હતો.

(4:12 pm IST)