Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ડ્રાઇવીંગ લાયસન્સ કૌભાંડમાં એક વર્ષથી ફરાર વધુ એક પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અ ગ્રવાલ તથા જેસીપપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી પીએસઆઇ એમ.એસ. અંસારી, ધમભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, બાદલભાઇ, હેડ કોન્સ. દિગ્વીજયસિંહ જાડેજા, ઝાહીરભાઇ, બકુલભાઇ, જયદેવસિંહ, ધીરેનભાઇ  કીશોરદાન, મહંમદઅઝરૂદીન, ભુમીકાબેન, સોનાબેન, તેમજ એએસઆઇ ચંદ્રકાંતભાઇ અને અતુલભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ક્રાઇમ બ્રાંચમાં ડ્રાઇવીગ લાયસન્સ કઢાવવા માટે બોગસ દસ્તાવેજી પુરાવા ઉભા કરી કૌભાંડ આચરવાના ગુન્હામાં એકવર્ષથી ફરાર છત્રપાલસિંહ વિક્રમસિંહ સરવૈયા (ઉ.૩૬) (રહ.ે સાજડીયાળી તા.ગોંડલ)ને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી અગાઉ પોલીસે ૩૧ શખ્સોને પકડયા હતા.

(4:13 pm IST)