Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા ધાર્મિક સ્થળો ખોલવા સુપ્રિમમાં જાહેર હીતની અરજી

રાજકોટ, તા.૩૧: જૈનાચાર્ય શ્રી યુગભૂષણસુરીશ્વજી મહારાજ સાહેબ- પંડિત મહારાજ સાહેબ દ્વારા માર્ગદર્શિત ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા આજરોજ સર્વોચ્ચ અદાલતમાં ભારતભરના બધા જ ધર્મોના સર્વે ધાર્મિક સ્થળોને ખોલવા માટે એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

બંધારણના આર્ટીકલ ૩૨માં કરવામાં આવેલી આ જાહેર હિતની અરજીમાં માત્ર માત્ર મંદિરો કે અન્ય ધાર્મિક સ્થળોને ખોલવાની જ માંગણી નથી કરવામાં આવી પરંતુ ભારતના પ્રત્યેક નાગરિકની આધ્યાત્મિકતાની ચિંતાને લઇને તેમજ બંધારણ દ્વારા પ્રત્યેક ધાર્મિક વ્યકિતના મૂળભૂત ધાર્મિક અધિકારોને લક્ષ્યમાં રાખીને તેઓનેો યુનિયન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ હવે કેમ ખોલવામાં ન આવે તેની દાદ માંગવામાં આવી છે.

યુનિયન ઓફ ઇન્ડિયાએ તા.૩૦-૫-૨૦૨૦ના અનલોક -૧માં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ચોકકસ માર્ગદર્શિકાઓના આધારે તા.૮ જુન ૨૦૨૦થી મંદિરો ખોલી નાંખવા માટે પરવાનગી આપેલ છે. તેના આધારે આરોગ્ય મંત્રાલયે ૪ જુનના ૨૦૨૦ના રોજ આ કાર્ય માટે શું શું સાવચેતી રાખવી તેની પણ વ્યવસ્થિત એસઓપી બહાર પાડવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના આવા આદેશ પછી પણ ઘણી રાજય સરકારોએ મંદિર કે ધાર્મિક સ્થળોને ખોલવા માટેની કોઇ પરવાનગી આપી નથી.

કોવિડ-૧૯ને કારણે આમ પણ ભારતના નાગરિકો આર્થિક સંકડામણમાં અને બેકારી અને મોંઘવારીના ચક્કરમાં ફસાયા છે તેથી માનસિક સ્થિતી પણ ડામાડોળ થયેલ છે. ધાર્મિક સ્થળોને ખોલવાથી પ્રાર્થના તેમજ પૂજા-અર્ચના દ્વારા તેઓ અ મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેમ છે. કોવિડ ૧૯ના જોખમોને લક્ષમાં રાખીને આર્થિક અને અન્ય સામાજીક કાર્યક્રમોમાં  રાજય સરકારોએ ખાસ્સી છૂટો આપીને આંખમિચામણા કર્યા છે. જયારે ધાર્મિક સ્થળોને ખોલવા માટે તેના તરફ ઉપેક્ષિત વલણ રાખવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોને યુનિયન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકાના પાલનપૂવક ચાલુ રાખવાથી કોવિડ-૧૯ના જોખમને ચોકકસપણે અંકુશીત કરી શકાય છે.

આ બાબતમાં અરજદારે પોતાની પ્રેયરમાં ખાસ ભાર મુકીને સર્વોચ્ચ અદાલત પાસે એ સ્પષ્ટતા કરવાનું જણાવ્યું છે કે રાજયના અધિકારીઓને બંધારણ દ્વારા આપવામાં આવેલા આર્ટિકલ ૧૪, ૧૯, ૨૧, ૨૫ અને ૨૬ બંધારણીય અધિકારોની સામે પ્રવૃતિઓ અને મદીરાની દુકાનો જો ખુલી શકતી હોય તો મંદીરા અને ધર્મસ્થાનકોને શા માટે ખોલી  દેવા જોઇએ?

ગીતાર્થ ગંગા સંસ્થા પ્રત્યેક આત્માતા આધ્યાત્મિક ઉત્થાન માટે પ્રયત્નશીલ છે અને પૂજય પંડિત મ.સા.જૈન સંઘના એક વિદ્વાન આચાર્ય અને મોહજીતવિજયજી સમુદાયના ગચ્છાધિપતિશ્રીજી છે. આજે સામાયિક, નયવાદ, રાજનીતિ જેવા ૧૦૮ મુખ્ય અને ૧૦૦૦૮ અવાંતર વિષયોની પસંદગી કરવામાં આવી. અને બાહ્ય નજરે દેખાતા પરસ્પર વિરોધાભાસનું નિરાકરણ કરીને નય-નિક્ષેપા, ઉત્સર્ગ-અપવાદ, નિશ્યય-વ્યવહાર સાપેક્ષ સંદર્ભો જોડીને ગીતાર્થ ગંગાએ સખત મહેનત કરવા દ્વારા પ્રાપ્ય હસ્તલિખિત પ્રતો, ગ્રંથો, પ્રકાશિત, અપ્રકાશિત સાહિત્યની હજારો પાનાઓ પ્રમાણે યાદીઓ તૈ્યાર કરી છે. જેમાં હાલ પંડિતવર્યો સાથે ૬૦ કર્મચારીઓ કાર્યરત છે. ગીતાર્થ ગંગાના આ વિષદ કલેકશન અને એન્સાઇકલોપિડીયાના આધાર પર અમદાવાદ અને બેંગલોરમાં જયોત જ્ઞાન મહોત્સવનું આયોજન થયું હતું જેના દ્વારા લાખો લોકોને આ શ્રુતનું પાન કરવાનો અવસર મળ્યો છે.

ગુજરાતી વિશ્વકોષ તૈયાર કરવા માટે ગુજરાત સરકારની ૨૫ વર્ષની મહેનત બાદ ૧૭૦૦ વિદ્વાનોની સહાયથી ૧૭૦ વિષય પર અઢી કરોડ રૂપિયાના ખર્ચે ૨૫ વોલ્યુમમાં બહાર પાડવામાં આવ્યો છે.

(4:13 pm IST)