Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વી.વી.પી. કોલેજમાં પ્રકૃતિ વંદના

 હિન્દુ આદ્યાત્મીક અને સેવા સંસ્થાન અને પર્યાવરણ સંરક્ષણ ગતીવિધી દ્વારા પર્યાવરણ અને વનસુરક્ષા હેતુ પ્રકૃતિ વંદના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા (છોડી) ને પૂજનના કાર્યક્રમનું આહવાન કરવામાં આવ્યું છે ત્યારે વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજના આંગણે ટેકનોલોજીનું જ્ઞાન પીરસવા સાથે 'પ્રકૃતિ વંદના' વૃક્ષોનું પૂજન પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર દ્વારા ઁકારના નાદ સાથે કરવામાં આવેલ હતું. શાંતી મંત્રનો ઉચ્ચાર સાથે આ કાર્યક્રમ યોજાઇ ગયો. વિદ્યાર્થી તેમજ વાલીઓને આ પ્રકૃતી વંદના અને વૃક્ષા પૂજન કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમાં તમામ વિભાગીય વડાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-મહાનગર કાર્યવાહ મુકેશભાઇ કામદાર તેમજ તમામ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યો અને વૃક્ષાનું પૂજન કરેલ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશીકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર કોલેજના નિયામક કિશોરભાઇ ત્રિવેદી, વી. વી.પી.ના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, આર્ટીકેચર કોલેજના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખે શુભેચ્છા પાઠવેલ હતી.

(4:14 pm IST)