Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

નારકોટીકસ ડ્રગ્સ ડીટેકશન કીટ આધારે નશો કરેલા ત્રણ પકડાયા

એસઓજી પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ ટી.બી. પંડ્યાની ચાર અલગ અલગ ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેર એસઓજી શાખા અવાર-નવાર નારકોટીકસ ડ્રગ્સ ડીટેકશન કીટનો ઉપયોગ કરી નારકોટીકસ પદાર્થનો નશો કરનારા શખ્સોને શોધવા ડ્રાઇવ યોજે છે. ૩૧ ડિસેમ્બરની આગલી રાતે એસઓજીની ચાર અલગ અલગ ટીમોએ જુદા જુદા સ્થળે ઓચીંતા પહોંચી નારકોટીકસ ડ્રગ્સ ડીટેકશન કીટ વડે શંકાસ્પદ જણાતા શખ્સોને અટકાવી તેણે ડ્રગ્સનું સેવન કરેલ છે કે કેમ તેની ચકાસણી કરતાં આવા ત્રણ શખસો મળી આવતાં સિવિલ હોસ્પિટલે બ્લડ સેમ્પલ લેવડાવી એફએસએલમાં પૃથ્થકરણ માટે મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ત્રણેય વિરૂધ્ધ કાર્યવાહી થશે.  આ કામગીરી  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચના મુજબ એસઓજી પીઆઇ આર.વાય.રાવલ,  પીએસઆઇ ટી.બી.પંડયા, એએસઆઇ રવિભાઇ વાક, હેડકોન્સ. મોહીતસિહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા તથા કોન્સ. રણછોડભાઇ આલ સહિતે કરી હતી.

(3:19 pm IST)