Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

૩૧ ડીસેમ્બર અંતર્ગત ક્રાઇમ બ્રાંચ અને તાલુકા પોલીસે વ્હીસ્કી-રમની બોટલો સાથે બેને પકડ્યા

પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ અને ટીમે પેડક રોડ ખાદી ગ્રામોદ્યોગ કવાર્ટરના વૃધ્ધ રામસીંહ પરમારને અને તાલુકા પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા તથા ટીમે પ્રવિણ જેઠવાને પકડ્યો

રાજકોટ તા. ૩૦: આવતીકાલે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી છાંટોપાણી લઇને કરવા ટેવાયેલા પ્યાસીઓએ અગાઉથી બાટલીની ગોઠવણ કરી રાખી છે. જો કે પોલીસની સખ્તાઇને કારણે અનેક શોખીનો હજુ બોટલો શોધવા મથી રહ્યા છે. પોલીસે વચ્ચે દરોડાનો દોર યથાવત રાખ્યો છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ અને કોન્સ. કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી વધુ એક દરોડામાં વ્હીસ્કી-રમની હજારની ૧૨ બોટલો સાથે રામસીંગ રૂગનાથભાઇ પરમાર (.૭૨-રહે. ખાદી ગ્રામોદ્યોગ કવાર્ટર નં. પેડક અંદર)ને પકડી લઇ કાર્યવાહી કરી છે. વૃધ્ધ નિવૃત જીવન જીવે છે. અગાઉ પણ તેના વિરૂધ્ધ ડીસીબીમાં ૧૬ અને ૧૨ બોટલ દારૂ સાથે પકડાવાના બે કેસ નોંધાયા હતાં.

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવતહેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ બોરાણાએ કામગીરી કરી હતી.

જ્યારે તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર. બી. જાડેજા, કોન્સ. મનિષભાઇ સોઢીયા તથા કોન્સ.હરસુખભાઇ સબાડની બાતમી પરથી કણકોટ એન્જીનિયરીંગ કોલેજ પાછળ સરકારી ખરાબાવાળા રોડ પરથી એકટીવા જીજે૦૩ઇડી-૫૫૨૫માં રૂ. ૨૫,૨૦૦નો ૪૨ બોટલ દારૂ લઇને નીકળેલા પ્રવિણ મનુભાઇ જેઠવા (. ૪૧, ધંધો મજુરી રહે. માધાપર ચોકડી રત્નમ સ્કાય બિલ્ડીંગ ત્રીજા માળે ડી-)ને પકડી લઇ વાહન પણ કબ્જે કર્યુ છે.  .

પીઆઇ જે.વી ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, હેડકોન્સ. મોહસીનખાન મલેક, વિજયગીરી ગોસ્વામી કોન્સ. અમીનભાઇ ભલુર, ધર્મરાજસિંહ રાણા તથા હર્ષરાજસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી જે. એસ. ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ અને તાલુકા પોલીસે આ કામગીરી કરી હતી. 

(9:16 pm IST)