Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજકોટ ભાજપ મજબુત છે : સી.આર.પાટીલ

મુખ્યમંત્રીનો ભવ્ય સ્વાગત સમારોહ : પ્રદેશ પ્રમુખ ગદગદ્દીત : રાજકોટ હંમેશા ભાજપ સાથે રહ્યુ છે... અહીં લોકોનો પ્રેમ છલકાઇ રહ્યો છે તેથી અવાર-નવાર આવવાનું મન થાય છે

રાજકોટ તા. ૩૧ : આજે સવારે રાજકોટ એરપોર્ટ પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું આગમન થયું તે વખતે પત્રકારો સાથેની ટુંકી વાતચીત દરમિયાન તેઓએ રાજકોટમાં આજે યોજાઇ રહેલ. મુખ્યમંત્રી ભવ્ય સ્વાગત સમારોહના ભરપેટ વખાણ કરી રાજકોટ ભાજપ મજબુત હોવાનું જણાવ્યું હતું.

ભૂચર મોરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જવા માટે રાજકોટ આવી પહોંચેલા સી.આર.પાટીલે એરપોર્ટ ખાતે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, રાજકોટ હંમેશા ભાજપ સાથે રહ્યું છે. અહીં મુખ્યમંત્રી પ્રત્યેનો પ્રેમ લોકોમાં છલકાઇ રહ્યો છે.

રાજકોટના નાગરિકો તન-મન-ધનથી દરેક કાર્યક્રમોમાં ઉત્સાહથી ભાગ લ્યે છે. આથી અહીં અવાર-નવાર આવવાનું મન થાય છે.

(12:41 pm IST)