Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સ્ટેટ રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપમાં બાળકો ઝળકયા

રાજકોટઃ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ રોલર સ્કેટીંગ એશોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા રાજય કક્ષાની સ્પર્ધામાં રાજકોટના ઓશિયન રોલ કલબના વિદ્યાથીઓ વિદા દરજીએ એક ગોલ્ડ અને સીલ્વર મેડલ તેમજ ખ્વાબ અંતાણી બે સીલ્વર અને એક બ્રોન્ઝ જયારે આશ્રય ઠકકરએ બે બ્રોન્ઝ અને ફલક મહેતાએ એક બોન્ઝ અને હરપ્રિત ભટ્ટએ  એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ અન્ય બાળકો ઝયાન વિસાની, નંનદન અઢીયા, શૌર્ય રામાણી, દિઆન મોલીયા, આરવ જોષી, નમ્ર ભટ્ટ, ભવ્ય ગોસ્વામી, ક્રિતાર્થ હરણેશા,  નિશિ આશર, સિધ્ધાર્થ જરીયા, ઋષિલ બાલધા તેમજ શૌર્ય ઓઝાએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલો. રાજકોટ ડિસ્ટ્રીકટ રોલર સ્કેટીંગ એશોસિએશનના સેક્રેટરી ડો.કેતન ત્રિવેદી, ઓશિયન રોલ કલબના સિધ્ધાર્થભાઈ વ્યાસ તેમજ ઉત્સવભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવેલ

(3:11 pm IST)