Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સ્વ. પાંચાભાઇ સોરઠીયાની ૧૫મી પુણ્યતિથિ નિમિતે મવડી ગામે રવિવારે મહારકતદાન કેમ્પ

આશરે ૧૫૦૦ રકતની બોટલ એકત્ર થશે, જે જરૂરીયાતમંદ દર્દીઓને અપાશે

રાજકોટઃ તા.૩૧, સ્વ. પાંચાભાઇ શામજીભાઇ સોરઠીયાની ૧૫મી પુણ્યતિથિ નિમિતે તા.૦૨ જાન્યુઆરી રવિવારના રોજ સોરઠીયાવાડી પરિવારની વાડી મવડી બાયપાસ રોડ મવડીગામ ખાતે સવારે ૮ વાગ્યાથી મહારકતદાન કેમ્પનું આયોજન શૈલેષ સ્ટીલ ફોર્જીંગ- રાજકોટ તથા સોરઠીયા પરીવાર તરફથી કરવામાં આવેલ છે.

આ રકતદાન કેમ્પમાં મળેલ તમામ રકત થેલેસેમીયાગ્રસ્ત બાળકો-ડાયાલીસીસ માટેના દર્દીઓ તેમજ ઇમરજન્સી માટે આવતા દર્દીઓને આપવામાં આવશે.

આ કેમ્પમાં આશુતોષ હોસ્પિટલ રાજકોટના ડો. દર્શનાબેન પંડયા, સ્ત્રીરોગ માટે ગાયનેક સેવા તથા ડાયાબીટીસ ચેકઅપ બ્લડપ્રેશર  વગેરે સેવાઓ વિનામુલ્યે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૫૦૦ જેટલી રકતની બોટલ એકત્રીત થતી હોય છે. આ તમામ રકતની બોટલો સિવિલ હોસ્પિટલ, નાથાણી બ્લડબેંક, ફિલ્ડમાર્શલ બ્લડ બેંક અને રેડક્રોસને અર્પણ કરવામાં આવશે.

તસ્વીરમાં શ્રી જયેશભાઇ પાંચાભાઇ સોરઠીયા, શ્રી કિશોરભાઇ પાંચાભાઇ સોરઠીયા, શ્રી સંદીપભાઇ પાંચાભાઇ સોરઠીયા, શ્રી ભરતભાઇ હજારે, શ્રી રાજેશભાઇ અકબરી અને શ્રી કે.ડી. નથવાણી નજરે પડે છે.  

(3:12 pm IST)