Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

એક ચિત્રકારે પ્રયત્ન કર્યો ગીરની સુંદરતાને કાગળ પર ઉતારવાનો અને પાછો ગયો ખુદની આંતરિક સુંદરતા વધારીને...

પહેલી- બીજી તારીખે આવતી નવી ગાઈડલાઈન મુજબ શો ના ટાઈમમાં ફેરફાર થાય તો તમને ચોકકસ પણે સંપૂર્ણ માહિતી મળશેઃ ફરી બંધનો આવે તે પહેલા કલાસિક નાટક નામે મનોરંજન માણી લો... : નાટકનો એકમાત્ર પ્રયોગ ગુરૂવાર ૧૩ જાન્યુઆરી, રાત્રીના ૯:૩૦ કલાકેઃ બુકિંગ માટે મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ અને બૂકમાયશો એપ પર

રાજકોટઃ  કલાપ્રેમી રસિકો માટે દેવલ વોરા , એક સાવ અનોખો પ્રયોગ લઇ ને ફરી આવી રહ્યા છે.વિદેહી એન્ટરટેઇન્મેન્ટ હર-હંમેશ વિષયોમાં વૈવિધ્યસભર અને રાજકોટમાં ભાગ્યે જ આવતા અત્યંત હટકે વિષયો વાળા , કલાસિક નાટકો લાવવાની પરંપરા આગળ ધપાવતા , આ વખતે  લઈને આવે છે ગુજરાતનું  એકમાત્ર માલધારી આધારિત નાટક - અકૂપાર . અત્યંત લોકપ્રિય લેખક, અને જેમના ગીતોની યૂટ્યૂબ ચેનલો ચાલે છે તેવા યુવાઓ અને દરેક પેઢીના ચહીતા  લેખક શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત નવલકથા - 'અકૂપાર' આધારિત આ નાટક રાજકોટને ૧૩ જાન્યુઆરી એ હેમુ ગઢવી હોલમાં  રાત્રીના  ૯.૩૦ કલાકે માણવા મળશે. 

ગીરની વાર્તા, ગીરની બોલીમાં , ગીરની  ગરિમા કરતું નાટક અકૂપાર માલધારીઓની સંસ્કૃતિ, પરંપરાઓ, તેઓનો પ્રકૃતિ સાથેનો તાલમેલ, જીવન વિશેનું તેમનું દર્શન, પ્રકૃતિ સંવર્ધન અને ધરતી માતાનું મહિમા ગાન ખુબ સારા કલાકારો, સેટ અને અત્યંત રોચક વાર્તા સ્વરૂપે રજુ કરે છે. શ્રી અદિતિ દેસાઈ દિગ્દર્શિત અને RJ  દેવકી અભિનીત,૬૦થી પણ વધુ શોઝ , અનેક એવોર્ડ્સ, રિયલ લાઈફ અનુભવો વર્ણવતું આ નાટક દરેક પેઢીને આકર્ષે છે.

નાટકનો સુંદર સેટ, ગીતો, નૃત્યો વગેરે નાટકને વધુ રોચક બનાવે છે. નાટકની વાર્તા વર્તમાન અને ભવિષ્ય વચ્ચે સરળ રીતે આંદોલિત થાય છે અને સાંપ્રત પરિસ્થિતિ વિષયક વાતો ની સાથે સાથે લાગણી વિષયક, સામાજિક, સાંસ્કૃતિક અને સૌથી વધારે તો માનવીય સમસ્યાઓ ને ગૂંથી લે છે. માણસ-પશુઓ વચ્ચે ઘર્ષણો, જમીન દબાણ, અંધશ્રદ્ધા અને ખાસ તો ગીરના માલધારીઓની એમની 'ગઈર' માટેની શ્રદ્ધાને આ નાટક, હાસ્ય, કરુણતા અને વ્યંગ વણી  લઇ, સુપેરે રજુ કરે છે

નાટકને સાંગોપાંગ, નવલકથા ને સંપૂર્ણ ન્યાય કરીને રજુ કરવામાં દિગ્દર્શિકા શ્રી અદિતિ દેસાઈ એ ઊંડી મહેનત લીધી છે તો કલાકારો RJ  દેવકી, અભિનય બેંકર  સહીત આખેઆખી ૩૦ જણા ની ટીમએ દિગ્દર્શિકા ના સ્વપ્નને સાદ્યન્ત સ્ટેજ પર ઉતારવા ઊંડી મહેનત લીધી છે. સુંદર સેટ, ગીરના જ પરિધાનો અને ગીરની જ - માલધારીની ભાષાને બોલીમાં લાવવા દરેક કલાકારએ મહિનાઓની પ્રેકટીસ કરી છે. અને કલાકારો એ ગીર માં વસવાટ કરી નાટકમાં અધિકૃતતા લાવવાનો પ્રામાણિક પ્રયત્ન  કર્યો છે. 

નાટકનો એક માત્ર પ્રયોગ ૧૩ જાન્યુઆરી, ગુરૂવાર,  રાત્રીના ૯:૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાયશો એપ પર પણ ટીકીટોઓ ઉપલબ્ધ છે.

 વિદેહી એન્ટરટેઇન્મેન્ટના આ પ્રયોગ માં તેમના વડીલ અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્યો છે.  આ ઉપરાંત અકૂપાર  નાટકના સપોર્ટર્સ તરીકે માઇક્રો ફાઈન ઘરઘંટી, સાગર પાઇપ્સ એન્ડ ફીટીંગ્સ, ,પરીન ફર્નિચર , કાઠિયાવાડી સ્વાદબંધુ,પરીન ટાટા મોટર્સ, , સજીવન ઓર્ગેનિક, ગોકુલ હોસ્પિટલ , માધવ વેસ્પા અને સ્નેક બાઈટ -મોટી ટાંકી ચોકનો  સહકાર સાંપડ્યો છે.(

(3:12 pm IST)