Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

થર્ટી ફર્સ્ટ અંતર્ગત બે દરોડામાં ૨૫ બોટલ દારૂ સાથે બે ઝડપાયા

રાજકોટ તા. ૩૧ : થર્ટી ફર્સ્ટ અંતર્ગત પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં પોલીસે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી દારૂની ૨૫ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ થર્ટી ફર્સ્ટ અંતર્ગત પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી.ડામોર, એએસઆઇ આર.બી.જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી, મોહસીન ખાન, અમીનભાઇ, હરસુખભાઇ, મનીષભાઇ, ધર્મરાજસિંહ તથા હર્ષરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. આર.બી.જાડેજા, અમીનભાઇ અને હર્ષરાજસિંહને બાતમી મળતા વાવડી ગામ પાસે દરોડો પાડી રૂ. ૭૫૦૦ની કિંમતની દારૂની ૧૫ બોટલ સાથે અમીતગીરી મહેશગીરી ગોસ્વામી (ઉ.૨૯) (રહે. પુનિતનગર, શેરી નં. ૧, ગોંડલ રોડ)ને પકડી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, એ.એસ.આઇ. એચ.આર.ચાનીયા, હેડ કોન્સ. વી.ડી.ઝાલા, કે.એસ.ઝાલા, હરપાલસિંહ, સાગરદાનભાઇ, જયરાજસિંહ, મેરૂભા ઝાલા તથા હરવિજયસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભકિતનગર સ્ટેશન પ્લોટ સર્કલ પાસેથી રૂ. ૫૫૦૦ની કિંમતની દારૂની ૧૦ બોટલ સાથે મનહરસિંહ નવલસિંહ ચુડાસમા (ઉ.૩૭) (રહે. મવડી પ્લોટ, ઉદયનગર શેરી નં. ૨૧)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.(

(3:19 pm IST)