Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભૂતખાના ચોક નજીક ત્રીપલ અકસ્માત : બે એસ.ટી. બસ અને કાર અથડાતા ટ્રાફીક જામ

રાજકોટ : ભુતખાના ચોક નજીક ભાડલા વાળા પેટ્રોલ પંપ પાસે એસ.ટી. બસ સ્ટેશન તરફ આવતી એક એસ.ટી. બસના ચાલકે એકાએક બ્રેક મારતા તેની પાછળ આવતી બીજી એસ.ટી.બસ અથડાઇ હતી અને તેની પાછળ એક આઇ ૨૦કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. બનાવ બનતા ટ્રાફીક જામ થઇ ગયો હતો. કોઇએ જાણ કરતા ટ્રાફીક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. બંને એસ.ટી. બસના આગળ અને પાછળનો કાચ ફુટી ગયા હતા. તેમ કારની આગળના ભાગે નુકસાની થઇ હતી. બનાવની જાણ થતા એસ.ટી. ડેપોના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:25 pm IST)