Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

બાપુનગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા છ શખ્સો પકડાયા

ભકિતનગર પોલીસનો દરોડો : અકરમ, તોફીક, ફેઝાન, સાહીલ, અખ્તર અને ઇમીયાઝ ઉર્ફે ભુરાની ધરપકડ

રાજકોટ,તા. ૩૧: શહેરના બાપુનગરમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ બાપુનગર ખડપીઠ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. આર.જી.પઢારીયા તથા કોન્સ. ભાવેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે બાપુનગર ખડપીઠ પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ન્યુ સાગર સોસાયટીના અકર હારૂનભાઇ નારેજા, જંગલેશ્વર શેરી નં. ૧૭ના તોફીક રીફકભાઇ શીશાંગીયા, ફેઝાન તનવીરભાઇ શીશાંગીયા, નિલકમલ પાર્કના સાહિલ કરીમભાઇ પરમાર, જંગલેશ્વર શેરી નં.૫ના અખ્તર જમાલભાઇ સમા અને જંગલેશ્વર શેરી નં. ૯ના ઇમ્તીયાઝ ઉર્ફે ભુરો ઓસમાણભાઇ હેરંજાને પકડી લઇ રૂ. ૪૮૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.જે. હુણ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:26 pm IST)