Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પડોશમાં રહેતી રાદડીયા અને પાનસુરીયા પરિવારની દિકરીઓનું સાત વર્ષની તપસ્યા બાદ એક સાથે આરંગેત્રમ

રાજકોટઃ મેધાક્ષી રાદડીયા અને ધન્વી પાનસુરીયા નામની બે સખીઓએ સાત વર્ષ કઠીન તપસ્વા બાદ તાજેતરમાં આરંગેત્રમ રજુ કરી કલા ક્ષેત્રે પદાર્પણ કરેલ છે. રાજકોટની બિમલભાઈ રાદડિયાની દિકરી મેધાક્ષી અને તેમના પડોશી મનિષકુમાર પાનસુરીયાની દિકરી ધન્વી બન્ને સખીઓએ ભારતીય પંરપરાના ધરોહર સમાન ભરતનાટયમ આગળ વધવા નકકી કર્યુ અને આજથી સાતેક વર્ષ પહેલાં તાંડવ નર્તન કલાસીકલ ડાન્સ એકેડમીમાં પ્રવેશ મેળવી કઠીન તાલીમ- સાધના કરી અને તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ આરંગેત્રમમાં બન્ને સખીઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરતી કલા રજુ કરી હતી. મેધાક્ષી અને ધન્વી બન્ને આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને નૃત્યમાં જોડી બનાવી છે. આરંગેત્રમાં મૃદંગ વાદક તરીકે ૧૭૫ તાલ બજાવી શકતા અને એક સાથે ત્રણ તાલને સમન્વય કરતાં શ્રી દિનેશન, વાયોલીન વાદક શ્રી હેમંત સાધુ, બાસુરી વાદક મુંબઈના શ્રી નંદકુમાર દ્વારા અદ્ભુત સંગીત રજુ કર્યું હતું. આ પ્રસંગે મુંબઈના ભરતનાટયમના ખ્યાતનામ કલાકાર શ્રીમતિ આશા સુનિલકુમાર તેમજ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, ગૌસેવા આયોગના ડો.વલ્લભભાઈ કથીરીયા, ભરતભાઈ યાજ્ઞીક, રેણુકાબેન યાજ્ઞીક, હાજી અનવરભાઈ, ઝીંદેહસનજી, કૌશર હાજી સહિતના ઉપસ્થિત રહયા હતા

(3:27 pm IST)