Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

બાળમહોત્સવઃ ભુલકાઓ દ્વારા બાળગીતોની કૃતિઓ

રાજકોટઃ બાલભવન રાજકોટ દ્વારા ૫ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે બાળગીત સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અભિનય બાળગીત સ્પર્ધામાં રૂદ્રા રાવલ-પ્રથમ, સ્વરા કેશરીયા દ્વીતીય અને રુદ્ર સોઢા તૃતિય સ્થાને વિજેતા જાહેર થયા હતા. તેમજ નૈત્રી ઝીંઝુવાડીયાને પ્રોત્સાહન ઇનામ અર્પણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, જયેશભાઇ ઉપાધ્યાય, નિર્ણાયક ફાલ્ગુનીબેન કોટેચા અને જુગ્તાબેન દવે સાથે કિરીટભાઇ વ્યાસે દિપપ્રાગ્ટય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. વિજેતા બાળકોને ઇનામ, શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માનીત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર પંડયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.  ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેને) બાળકોની કૃતિઓની સરાહના કરી હતી. 

(3:37 pm IST)