Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સ્વ. અટલજીએ દેશમાં સુશાસનનો પાયો નાખ્યો હતોઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા. ૩૧ :.. આજે રાજકોટમાં રાજયનાં સુશાસન દિવસનો સમાપન સમારોહ યોજાયો તે વખતે ખાસ ઉપસ્થીત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં 'સ્વ. અટલજીને યાદ કરીને કહયું હતું દેશમાં સુશાસનનો પાયો સ્વ. અટલજીએ નાંખ્યો હતો.

તેથી આજે સમગ્ર દેશ અટલજીને યાદ કરી રહ્યો છે. તેઓએ આજે રાજકોટ પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું રાજકોટની જનતા વતી શાબ્દીક સ્વાગત કરી અને ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર આવતાં દિવસોમાં ઉતરોતર વિકાસ કાર્યોની વણઝાર આપી. ગુજરાતને ચાર-ચાંદ લગાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ઙ્ગઆ અવસરે પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ તેમના વકતવ્યમાં એમ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ઙ્ગનરેન્દ્રભાઈ મોદીએ ૨૫-ડિસેમ્બરે શ્રી અટલજીના જન્મ દિવસને ઙ્ગસુશાસન દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કરેલું. આપણા દેશને સ્વરાજય તો મળ્યું પણ સુરાજય ન્હોતું મળ્યું પરંતુ શ્રી અટલજી અને તેમની સરકારે સુશાનનો પાયો નાખ્યો હતો. આજે પણ તેમણે દેશ યાદ કરી રહયો છે. અગાઉની કેટલીએ સરકારો આવી ને ગઈ પણ ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર નાં ગયા પરંતુ ભાજપની સરકારે એમાં પરિવર્તન લાવેલ છે. અગાઉ ભારતને ભિખારીઓનો દેશ કહેવાતો હતો. ભાજપ સરકારે એ છબી પણ બદલાવીને આજે એક ઝળહળતું ભારત હોવાની સૌને પ્રતીતિ કરાવી છે. શ્રી અટલજીએ સમગ્ર વિશ્વ અને પ્રતિબંધોની પરવા કર્યા વગર ભારતની સલામતી અને સુરક્ષા માટે પોખરણમાં પરમાણુ ધડાકા કર્યા હતાં. ભારતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સને ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા ત્યારથી સમગ્ર રાષ્ટ્ર વિકાસની રાજનીતિ નિહાળી રહયું છે. ગૂડ ગવર્નન્સ થકી જનસેવાના કામો થઇ રહયા છે. ભાજપ માને છે સત્ત્।ા એ સેવાનું સાધન છે. ભાજપ લોકોની અને આપણા દેશની પ્રગતિ ઈચ્છે છે. 

(4:08 pm IST)