Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મુખ્યમંત્રીનો રાજકોટનો રોડ શો એટલે કોરોનાને ખુલ્લુ નિમંત્રણ : શિવલાલ પટેલ

રાજકોટ તા. ૩૧ : મુખ્યમંત્રી દ્વારા રાજકોટમાં યોજવામાં આવેલ રોડ શો એટલે કોરોનાને નિમંત્રણ આપવા જેવું થયુ હોવાનું આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ શિવલાલ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે હાલ પુરા વિશ્વમાં એમિક્રોન ડેલ્ટા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. ખુબ ઝડપથી વાઇરસ પ્રસરી રહ્યો છે. ત્યારે લોકોના આરોગ્યની પરવા કર્યા વગર આવા રોડ શો, સભા સરઘસના આયોજન કોઇ રીતે વ્યાજબી ન ગણાય. આવા આયોજનોને આમ આદમી પાર્ટી શખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. તેમ અંતમાં શિવલાલ પટેલે જણાવ્યુ છે.

(4:16 pm IST)