ચીલઝડપ, દારૂ અને મારામારીના ગુનામાં હદપાર કરાયેલો વિજય ઉર્ફે રૂડી પકડાયો
થોરાળા પોલીસે ટ્રેકટર ચોક પાસેથી દબોચ્યો
રાજકોટ તા. ૧ :.. શહેરના અલગ -અલગ વિસ્તારમાં ચીલઝડપ, દારૂ અને મારામારીના ગુનામાં હદપાર કરાયેલા શખ્સને થોરાળા પોલીસે ટ્રેકટર ચોકમાંથી ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ થોરાળાના ટ્રેકટર ચોક પાસે હદપાર કરાયેલો શખ્સ આવ્યો હોવાની થોરાળા પોલીસ મથકના કોન્સ. નરેશભાઇ ચાવડાને બાતમી મળતા ટ્રેકટર ચોક પાસેથી વિજય ઉર્ફે રૂડી રાજેશભાઇ પરમાર (ઉ.વ.ર૮) (રહે. કુંબલીયાપરા શેરી નં. પ) ને પકડી લીધો હતો. વિજય અગાઉ ચીલઝડપ, દારૂ અને મારામારી સહિતના છ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
આ કામગીરી ઇન્ચાર્જ પી. આઇ. એલ. કે. જેઠવાના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. એચ. એન. ગઢવી, એ. એસ. આઇ. જે. પી. નીમાવત હેડ કો. બી. આર. વાસાણી, ડી. એ. અઘેરા, વી. બી. ઘાણજા, કો. નરસંગભાઇ ગઢવી, વિક્રમભાઇ લોખીલ, કિરણભાઇ, પ્રદ્યુમાનસિંહ, જયદીપભાઇ, રમેશભાઇ અને નરેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.