રાજકોટ
News of Wednesday, 1st February 2023

કાઠીયાવાડ જીમખાના ખાતે આયોજીત સ્‍ટેટ રેન્‍કીંગ ટેનીસ ટુર્નામેન્‍ટમાં ઉત્‍સાહભેર ભાગ લેતા સૌરાષ્‍ટ્રભરના ખેલાડીઓ

કુલદીપ જોષી દ્વારા સંચાલીત કેબીજે ટેનીસ એકેડેમી દ્વારા આયોજીત  ગુજરાત સ્‍ટેટ રેકીંગ ટેનીસ ટુર્નામેન્‍ટનું હાલમાં તા.ર૪-૧ર થી તા. ર૬-૧ર સુધી કાઠીયાવાડી જીમખાનામાં આયોજન કરવામાં આવેલ. જેમાં ખુબ જ બહોળી સંખ્‍યામાં રાજકોટ ઉપરાંત જાનગર, જુનાગઢ, કચ્‍છના ટેનીસ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. આ ટુર્નામેન્‍ટ વિવિધ એઇઝ ગૃપ જેમ કે બોયસ અન્‍ડર-૧૦, અન્‍ડર-૧૪, મેન્‍સ સીંગલ્‍સ એન્‍ડ ડબલ્‍સ, ગર્લ્‍સ અન્‍ડર-૧૦, અન્‍ડર-૧ર, અન્‍ડર-૧, તથા વુમેન્‍સ સીંગલ્‍સ માટે યોજાયેલ હતી. જેમાં ભાગ લીધેલ તમામ સ્‍પર્ધકોએ પોતાની રમતનું શ્રેષ્‍ઠ પ્રદર્શન કરેલ હતું. ટુર્નામેન્‍ટના વિનર્સ તથા રનર્સઅપ ખેલાડીઓ નીચે મુજબ છે. જુદા જુદા એઇજ ગૃપમાં બોયસ અન્‍ડર-૧૦ ચેમ્‍પીયન કહાન ભુવા, રનર્સ અપ વિહાન ગોટેચા, ગર્લ્‍સ અન્‍ડર-૧૦ ચેમ્‍પીયન તાન્‍વી પોમલ, રનર્સ ઓફ  શાન્‍વી કન્‍ટેસરીયા, બોયસ અન્‍ડર-૧ર ચેમ્‍પીયન હરીવંશ વેકરીયા, રનર્સ અપ વિહાન ગોટેચા, ગર્લ્‍સ અન્‍ડર-૧ર ચેમ્‍પીયન જેન્‍સી કાનાબાર, રનર્સ અપ કનિશ્‍કાબા ગોહીલ, બોયઝ અન્‍ડર-૧૪ ચેમ્‍પીયન કેવલ મોદી, રનર્સ અપ મલય મીંજરોલીયા, ગર્લ્‍સ અન્‍ડર-૧૪ ચેમ્‍પીયન જેન્‍સી કાનાબાર, રનર્સ અપ સિધ્‍ધી પનારા,  મેન્‍સ સીંગલ્‍સ ચેમ્‍પીયન મીશાલ જાવીયા, રનર્સ અપ વિવેક પટેલ, વુમેન્‍સ સીંગલ્‍સ ચેમ્‍પીયન પ્રીયાંશી ચૌહાણ, રનર્સ અપ નેહા રીબડીયા, મેન્‍સ ડબલ્‍સ ચેમ્‍પીયન મીશાલ જાવીયા, રનર્સ અપ કિલ્લોલ   કારીયા, ચેમ્‍પીયન અંકેશ સોની, રનર્સ અપ મીતુલ ગઢીયા રહયા હતા.  આ તમામ ખેલાડીઓને કેસીજે ટેનીસ એકેડેમી-કુલદીપ બી.જોષીએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્‍યા છે તથા ભવિષ્‍યમાં આવી ટુર્નામેન્‍ટોનું નીયમીત આયોજન કરવાની પ્રતિબધ્‍ધતા દર્શાવી છે. 

(4:11 pm IST)