રાજકોટ
News of Monday, 1st March 2021

રસીકરણ અંગે વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડની જવાબદારી સોંપતા ઉદિત અગ્રવાલ : મિટીંગ યોજાઇ

રાજકોટ : કેન્દ્ર સરકાર અને રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આજથી શહેરની ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલો સહિત કુલ ૩૮ હોસ્પિટલોમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ રસીકરણ સંદર્ભે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડમાં રસીકરણની વ્યવસ્થા અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણ બાબતે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

(4:47 pm IST)