રાજકોટ
News of Monday, 1st March 2021

યુપીએસસી ભવન ખાતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા ડીસીપી પ્રવિણકુમાર

રાજકોટ, તા. ૨૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આઈપીએસ માટે ૨૦૧૯ યુપીએસસી ભવન કાર્યરત છે. અગાઉ છાત્રો પ્રિલીમીનરી પાસ કરી મેઈન્સની તૈયારી માટે કોચીંગ લેવા દિલ્હી ગયા છે.

યુપીએસસી ભવન ખાતે રાજકોટ ઝોન-૧ના ડીસીપી શ્રી પ્રવિણકુમાર વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપ્યુ હતું. ડીસીપી શ્રી પ્રવિણકુમારે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતું કે યુપીએસસીમાં શાંતિથી પરીક્ષા આપવાની છે. ધીરજની પરીક્ષા છે. જ્ઞાનનો વધારો કરતી પરીક્ષા છે. પ્રીલીમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યુ વચ્ચે સમય ઓછો હોય એટલે સ્વયં નોટ્સ કરી શકો તે રીતે સમયનું આયોજન કરવુ જોઈએ. આઈપીએસ, આઈએએસ બનવાનું ધ્યેય એ પાવર ગેમ ન રાખતા નાગરીકત્વની કરવા માટે ઓફીસર બનવુ જોઈએ તેવી ઉમદા વાત કરી હતી. ઓપ્શનલ વિષય તરીકે હંમેશા ગમતો વિષય પસંદ કરો કે જેમાં વાંચવાનો કંટાળો ન આવે. નાના - નાના પેપરો પણ લખવાનુ રાખો. ઓનલાઈન ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી નાની - નાની પરીક્ષા સ્વયં આપવાનું રાખો. વિદ્યાર્થીઓના પ્રશ્નોનાના સંતોષકારક જવાબ આપ્યા હતા.

આ પ્રસંગે કુલપતિ નીતિનભાઈ પેથાણી, કુલનાયક વિજય દેસાણી, ભાવીન કોઠારી, મેહુલ રૂપાણી, નિલેશ સોની, નિલેશ શાહ, વૈભવ શાહ, વૃષભભાઈ ગઢવી, શ્રેણીકભાઈ રામાણી, શીતલબેન ગઢવી, ભરતભાઈ સોલંકી, અનીલભાઈ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:58 pm IST)