રાજકોટ
News of Thursday, 1st June 2023

BSNL કર્મચારી યુનિયનો દ્વારા આંદોલનાત્‍મક કાર્યક્રમો શરૂઃ માનવ સાંકળ યોજાઇઃ હવે રાજયપાલને આવેદન

રાજકોટ તા. ૧: BSNL   ની યોજાયેલ સંયુકત ફોરમની બેઠકના નિર્ણયો મુજબ આજરોજ રાજકોટ જયુબેલી બાગ ટેલીકોમ એક્ષચેંજ ખાતે માનવ સાંકળ સાથે દેખાવો થયા હતા.

બેઠકમાં વેતન સુધારાનો અમલ ન કરવા, બીએસએનએલની 4G  અને 5G સેવા આરંભ કરવામાં અતિશય વિલંબ અને નો-એકિઝકયુટિવ્‍સ માટે નવી પ્રમોશન પોલિસીના અમલીકરણ અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રશ્‍નોના નિરાકરણની માંગણી સાથેના કાર્યક્રમો યોજવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે પ્‍લે કાર્ડસ સાથે રાજકોટ સહિત દરેક જિલ્લા વડા મથક પર માનવ સાંકળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત ૪ જુને રાજયપાલના નિવાસસ્‍થાન સુધી માર્ચ અને આવેદન પત્રની સોંપણી કરાશે. તેમજ ર૬-૦૬-ર૦ર૩ના રોજ દિલ્‍હી ચલો-નવી દિલ્‍હીમાં મોટા પાયે કર્મચારીઓને એકત્ર કરવામાં આવશે તેમ આગેવાનોએ ઉમેર્યું હતું.

(4:41 pm IST)