રાજકોટ
News of Thursday, 1st June 2023

શ્રી કૃષ્‍ણગિરી તીર્થધામનોં ૨૧ મો ધ્‍વજારોહણ દિન : ત્રિ- દિવસીય ધર્મોત્‍સવ

રાષ્‍ટ્રસંત યતિવર્ય પૂ. ડો. શ્રી વસંતવીજયજી મ. સા.ની પાવન નિશ્રામાં ગુરૂ ગૌતમ સ્‍વામીના અઢાર અભિષેક, દેરીની ધ્‍વજા તથા દિવ્‍ય વૃક્ષરોપણનો કેતનભાઇ ગોસલીયા પરિવારે લાભ લીધો

રાજકોટ તા.૧ : આજથી તામિલનાડુમાં આવેલ વિશ્વ વિખ્‍યાત શ્રી કળષ્‍ણગિરી તીર્થ ધામમાં ૨૧મો વાર્ષિક ધ્‍વજારોહણ ભવ્‍યાતિભવ્‍ય મહોત્‍સવનો પ્રારંભ શ્રી કળષ્‍ણગિરી શક્‍તિપીઠાધિપતિ રાષ્‍ટ્રસંત યતિવર્ય ડો. શ્રી વસંત વિજયજી મ. સા.ની પાવન નિશ્રામાં થયો છે.

મહા ચમત્‍કારી તીર્થ ધામમાં આવેલ શ્રી સહષાફણા શક્‍તિ પાનાથ પ્રભુ સહિત તિર્થંકર પરમાત્‍મા ,અનંત લબ્‍ધિ નિધાન શ્રી ગુરુ ગૌતમ સ્‍વામી, શ્રી ભોમિયાજી મહારાજ,  શ્રી ક્ષેત્રપાલ દેવ, શ્રી ધરણેન્‍દ્ર દેવ, શ્રી શક્‍તિ પદ્માવતી માતાજી સહિત તમામ દેવ દેવીઓની કુલ છત્રીસ મંદિર - દેરીઓમા નૂતન ધ્‍વજારોહણ થશે.                      

આજે તા. ૧ને  ગુરુવારના રોજ સવારે વિવિધ પૂજનો યોજાયેલ. બપોરે તમામ તિર્થંકર પરમાત્‍મા, ગુરુ ગૌતમ સ્‍વામી સહિત તમામ દેવ દેવીઓના અઢાર અભિષેક - ઔષધિય તાાત્ર કરવામાં આવેલ.

જ્‍યારે કાલે તા.૨ ને શુક્રવાર ના રોજ સવારે શ્રી પાર્ પદ્માવતી મહા પુજનપુજન તથા બપોરે વિજય મુહૂર્તમાં તમામ તિર્થંકર પરમાત્‍મા, ગુરુ ગૌતમ સ્‍વામી સહિત તમામ દેવદેવીઓના મંદિર - દેરીઓ પર નુતન ધ્‍વજારોહણ કરવામાં આવશે.શનિવારે                      તા. ૩ના રોજ શ્રી બળહદ શાંતિતાાત્ર યોજાશે.

આ ૨૧મા ધ્‍વજારોહણ મહોત્‍સવમાં અનંત લબ્‍ધિ નિધાન શ્રી ગુરુ ગૌતમ સ્‍વામીના અઢાર અભિષેકનો દિવ્‍ય લાભ તેમજ શ્રી ગુરુ ગૌતમ સ્‍વામીની દેરીની ધ્‍વજારોહણનો તથા ભવ્‍ય દિવ્‍ય વળક્ષ ઉદ્યાનમાં એક દિવ્‍ય વળક્ષ રોપણનો તેમજ તેના ઉછેર તથા કાયમી નિભાવનો અમુલ્‍ય લાભ પૂજ્‍ય ગુરુદેવના આશીર્વાદ તેમજ ગુરુકળપાથી ગુરુભક્‍ત કેતનભાઈ ગોસલિયા પરિવારને મળેલ છે.

(4:47 pm IST)