રાજકોટ
News of Friday, 1st July 2022

ઉલ્ટી થાય છે તેવું બહાનું કરીને રિક્ષામાં બેઠેલા વૃદ્ધની 30 હજાર રોકડ ભરેલી થેલી ગાઠીયાએ શેરવી લીધી

સિવિલ હોસ્પિટલ ચોકથી કલેકટર કચેરી સુધીમાં ગઠિયાએ કળા કરી

રાજકોટ : જામનગર રોડ ઘંટેશ્વર પાસે અરિહંત નગર શેરી નંબર એકમાં રહેતા ભીખાભાઇ માવજીભાઈ ભાયાણી (ઉ,વ,75 ) આજે સાંજે સિવિલ હોસ્પિટલે થી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષામાં બાજુમાં બેઠેલા શખ્શે ઉલ્ટીઓ થાય છે તેવું બહાનું બતાવી ધક્કામુકી કરીને વૃઘ્ધની નજર ચૂકવી થેલીમાંથી 30 હજાર રોકડા શેરવી લીધા હતા, ત્યારબાદ કંઈપણ બહાનું કરીને વૃદ્ધને રિક્ષામાંથી  કલેકટર કચેરી પાસે ઉતારી મુક્યા હતા વૃદ્ધને રોકડ રકમ થેલીમાંથી ગાયબ થયાની જાણ થતા પ્રદ્યુમ્ન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

 

(10:59 pm IST)