યુવતિને ફસાવી બળાત્કાર, ૧૯ લાખની છેતરપીંડીમાં ઇમરાન ડેલાની ધરપકડ
નોકરીની લાલચ આપી ખાનગી હોસ્પિટલની રિસેપ્સનીસ્ટ : તાલુકા પોલીસે કોવિડ રિપોર્ટ કરાવ્યા બાદ ધરપક કરી
રાજકોટ તા.૧: શહેરની ખાનગી હોસ્પિટલમાં અગાઉ રિસેપ્સનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતિને ફોન કરી સારી નોકરી અપાવી દેવાની લાલચ દઇ બિગ બાઝાર પાસે રૂબરૂ બોલાવી ઓળખાણ કેળવ્યા બાદ જાળમાં ફસાવી અલગ-અલગ હોટેલોમાં બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવી તેણી પાસેથી રૂ. ૧૯ લાખથી વધુની રકમ મેળવી લઇ પાછી ન આપી છેતરપીંડી કરી હતી. તેમજ બાદમાં આ યુવતિને તરછોડી દઇ અન્ય યુવતિ સાથે શાદી કરી લીધી હતી. આ અંગેના ગુનામાં તાલુકા પોલીસે આરોપી ખોડિયારનગર ગોવર્ધન ચોક શેરી નં. ૧૫/૧૬માં રહેતાં ઇમરાન હનીફભાઇ ડેલા (ઉ.૨૪)ની કોવિડ રિપોર્ટ બાદ વિધીસર ધરપકડ કરી આકરી પુછતાછ કરી છે.આ મામલે તાલુકા પોલીસે આઇપીસી ૩૭૬, ૩૨૩, ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એન. કે. રાજપુરોહિત, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, પ્રદિપસિંહ રાણા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, અરજણભાઇ ઓડેદરા, મનિષભાઇ સોંઢીયા, હર્ષરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, જયંતિ રાઠોડ અને રૂપેશ પટેલ સહિતે આરોપી ઇમરાનને ઝડપી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.