રાજકોટ
News of Sunday, 1st August 2021

ગોંડલ ચોકડીથી પુનિતનગરના ટાંકા પાસે 8 ચોરાઉ મોબાઈલ ફોન સાથે લોધિકાના દિલીપ ઉર્ફે પીંટૂને પકડી લેતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ શ્રી પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર શ્રી મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ શ્રી ડી.વી.બસીયાએ મીલકત સંબંધી અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં વાહન ચોરી/મોબાઇલ ચોરી તથા ઘરફોડી ચોરી અટકાવવા તેમજ થયેલ મોબાઇલ ચોરી ડીટેકટ કરવા સુચના આપી હોઈ તે અન્વયે  પો.સ.ઇ. વી.જે.જાડેજાએ પોતાની ટીમને સુચના આપેલ હોઇ તે દરમ્યાન એ.એસ.આઇ. જયેશભાઇ પી. નિમાવત તથા પો.કોન્સ.કુલદિપસિંહ જાડેજાની હકિકત આધારે રાજકોટ શહેરના ગોંડલ ચોકડીથી પુનીતનગરના પાણીના ટાંકા પાસેથી નીચે જણાવેલ ઇસમ પાસેથી કુલ ૦૮ મોબાઇલ ફોન મળી આવેલ હોય જે નીચે જણાવેલ મોબાઇલ ફોનના કોઇ આધાર પુરાવા વગર પોતાની પાસે રાખેલ હોય જેથી નીચે મુજબના ઇસમને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીનું નામ સરનામું: દિલીપ ઉર્ફે પીન્ટુ ભીખાભાઇ રાઠોડ-દેવીપુજક (ઉવ.૨૦ ધંધો-મજુરી કામ રહે.મુળ લોધીકા, મેંગણી ગામના રસ્તે, નવા મફતીયાપરા, લોધીકા તા.લોધીકા જી.રાજકોટ હાલ. કણકોટ પાટીયા પાસે,ર૫ વારીયા કાલાવાડ રોડ,ભાડાથી ઓરડીમાં રાજકોટ)

ઉપરોકત તમામ મોબાઇલ ફોનો પંચનામાની વિગતે સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ તેમજ આરોપીને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી. મુજબ અટક કરવામા આવેલ છે. તેણે નીચેની વિગત મુજબ  ચોરીની કબૂલાત આપી છે. 

ચોરી કરવાની રીત:- મજકુર ઇસમે ઉપરોકત તમામ મોબાઇલ ફોનો મેટોડા જી.આઇ.ડી.જી.સી. કાલાવાડ રોડ, પર આવેલ જુદા-જુદા કારખાનાઓમાં મજુરી કામ કરતા માણસોની ખુલ્લી ઓરડીઓમાં ચાર્જીંગમાં રહેલ મોબાઇલ ફોન મોડી રાત્રીના સમય દરમ્યાન ચોરી કરેલાની કબુલાત આપેલ છે.

આટલા સ્થળે ચોરી કરી: (૧) મેટોડા જી.આઇ.ડી.જી.સી. કાલાવાડ રોડ, જુદા જુદા કારખાના ઓની અલગ અલગ ઓરડીઓમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ છે.

(ર) આજથી આશરે એક થી દોઢેક માસના સમયગાળા દરમ્યાન ઉપરોકત તમામ મોબાઇલ ફોનની ચોરી કરી હતી.

નોંધ:- ઉપરોકત લીસ્ટમાં જણાવેલ મુજબના મોબાઇલ ફોન કોઇપણ નાગરીકના ચોરી થયેલ હોય કે ગુમ થયેલ હોય તો આધાર પુરાવા ( ઓરીજનલ બીલ) સાથે કાઇમ બ્રાન્ચ રાજકોટ શહેરનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી. કે. ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, તથા એ.એસ.આઇ. જયેશભાઇ પી.નિમાવત, ચેતનસિંહ વી.યુડાસમાં તથા હિતેન્દ્રસિંહ પી.ઝાલા, પોલીસ હેડ કોન્સ.ભરતસિંહ બી પરમાર, તથા પો.કોન્સ. મહેશભાઇ ચાવડા તથા શકિતસિંહ વી.ગોહિલ તથા સ્નેહભાઇ જી.ભાદરકા તથા કુલદિપસિંહ જાડેજા ધ્વારા કરવામાં આવી છે.

(5:56 pm IST)