રાજકોટ
News of Tuesday, 1st September 2020

સંગઠનના સાધક સ્વ. પ્રવિણકાકા મણીઆરનો આજે જન્મદિવસ

સ્વદેશીના આગ્રહી, જીવદયાપ્રેમી અને સંસ્કાર લક્ષી શિક્ષણના પ્રણેતા સંઘના અદનાસેવક : વી.વી.પી. પરિવાર દ્વારા ભાવ વંદના : વૃધ્ધાશ્રમ-પાંજરાપોળમાં અનુદાન કરી સેવામય ઉજવણી : '' રાષ્ટ્રીય સ્વાહા ઇદં ન મમ્'' મંત્રને જીવન સાથે વણી સાર્થક કર્યો : પૂર-અછત-દુષ્કાળ-ધરતીકંપ-વાવાઝોડુ જેવા સમય કુશળ સંગઠકની કમી પૂરી કરતા : સૌરાષ્ટ્ર કચ્છની પ્રથમ સ્વનિર્ભર ડીગ્રી ઇજનેરી કોલેજ- વીવીપી ઇજનેરી કોલેજ- ઇન્દુભાઇ આર્કીટેક કોલેેજ સ્થાપવાનો શ્રેય પણ તેમના ફાળે જાય છે. : ટેકનિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ એવોર્ડ ઓફ સ્ટેટ ઓનર મળેલો

રાજકોટ,તા.૧ : શિક્ષણ-સમાજ-રાષ્ટ્ર સેવાના આજીવન ભેખધારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ્યકાળથી સ્વયંસેવક, સંસ્કાર લક્ષી શિક્ષણપ્રેમી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉચ્ચ શિક્ષણના પ્રણેતા, વી.વી.પી.ના સ્થાપક ચેરમેન સ્વ.  પ્રવીણકાકા મણીઆરના જન્મ દિવસે  આજે નિમિત્તે વી.વી.પી. પરિવાર દ્વારા ભાવવંદના કરવામાં આવી રહી છે.

જેમાં વી.વી.પી. પરિવાર દ્વારા વૃધ્ધાશ્રમ, પાંજરાપોળમાં અનુદાન દર્દી નારાયણ, દરિદ્ર નારાયણ, પશુ-પક્ષી નારાયણની સેવા દ્વારા સેવા દિનની ઉજવણી કરવામાં આવશે. વૃધ્ધાશ્રમમાં માતા-પિતાને ભોજન, ગાયોને ઘાસ, કબૂતરને ચણ દ્વારા સાચા અર્થમાં હૃદયસ્થ સ્વ.  પ્રવીણકાકાને ભાવવંદના વી.વી.પી. પરિવાર દ્વારા કરવામાં આવશે.

૧ સપ્ટેમ્બર, ૧૯૩પના રોજ જન્મેલ  પ્રવીણભાઈ રતીલાલ મણીઆર એટલે મુલ્યનિષ્ઠ શિક્ષણ સાધક, સેવા સાધક, સ્વદેશીના આગ્રહી, જીવદયા પ્રેમી તેમજ સંગઠન સાધક. માનપૂર્વક સમગ્ર દેશ જેઓને પ્રવીણકાકાના બહુમાનથી સંબોધીત કરે છે, તેઓ બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જનાર તથા અનેકવિદ સામાજીક, સેવાકીય સંગઠનાઓમાં જવાબદારી નિભાવતા વર્ષો સુધી આર.એસ.એસ. ગુજરાતના પ્રાંત કાર્યવાહ રહેલ તેમજ પશ્ચિમ ક્ષેત્રના સંપર્ક પ્રમુખ તરીકે જવાબદારી વહન કરી સ્વિૈચ્છક નિવૃતિ લીધા પછી પણ સ્વયંસેવક તરીકે ટાઢ, તડકો અને વરસાદની કોઈપણ પરિસ્થતિમાં-કોઈપણ શહેરમાં દરરોજ શાખામાં તો અચુક જાય જ છે.

કે.જી. થી પી.જી. સુધી મૂલ્યનિષ્ઠ શિક્ષણના સંચાલક બળ  પ્રવીણકાકાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના કાળ ૧૯૬૭ થી ૧૯૯૭ સતત ૩૦ વર્ષ સુધી સેનેટ સભ્ય તેમજ ર૮ વર્ષ સિીકેટ સભ્ય રહ્યા બાદ રૂ. ૧,૧૧,૧૧૧-૦૦નું  દાન આપી સ્વિૈચ્છક નિવૃતિ લીધી. પ. પૂ. ગુરૂજીના શબ્દો ''રાષ્ટ્રીય સ્વાહા ઈદં ન મમ્- મારૂ બધુ મારા રાષ્ટ્રને અર્પણ''ને જીવન મંત્ર બનાવી છેલ્લા ર૦ વર્ષથી વકીલાત છોડી ''સ્વ'' માટે નહીં તો સર્વ માટે કામ કરનાર ''મેં નહીં તુ હી'' ના સિધ્ધાંતને ધ્યાનમાં રાખી બીજાને હર હંમેશ પદ અપાવનાર તથા પરિવાર ક્ષેત્રની બધી જ સંગઠનાનો પાયો ધરબી પૂર્ણ વિકસીત કરી સ્વનિર્ભર બનાવી

એક કુશળ સંગઠકનો પરિચય કરાવનાર  પ્રવીણકાકાએ પૂર, અછત, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડુ, પ્લેગ જેવી કુદરતી આફતો વખતે અડિખમ ઉભા રહી સેવા ભારતીના માધ્યમથી અદ્વિતીય સમાજ સેવા કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સ્વનિર્ભર ડીગ્રી ઈજનેરી કોલેજ-વી.વી.પી. ઈજનેરી કોલેજ, એક માત્ર આકિટિક કોલેજ- ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરની સ્થાપનાનું શ્રેય   પ્રવીણકાકાને જાય છે. વી.વી.પી. ટ્રસ્ટના માધ્યમથી   પ્રવીણકાકાએ ઉત્કૃષ્ટ સંસ્કારો સાથે ઉચ્ચશિક્ષણ, પારદર્શક અને પ્રામાણીક વહિવટનું અનુકરણીય ઉદાહરણ પૂરુ પાડયું છે.

 પ્રવીણકાકાના કુશળ માર્ગદર્શન હેઠળ વી.વી.પી.એ અતિઆધુનિક ગુરૂકુળની ખ્યાતી પ્રાપ્ત કરેલ વી.વી.પી.એ આઈ.એસ.ટી. દ્વારા ''ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ''નો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે જે પ્રવીણકાકાની દિર્દ્યદ્રષ્ટિ કામ કરી ગયેલ છે અને આઈ.એસ.ટી.ઈ.ના ર૧ માં સ્ટેટ એન્યુઅલ ફેકલ્ટી કન્વેન્શન-ર૦૧૬ માં વી.વી.પી. ને ત્રણ જુદા જુદા એવોર્ડ અપર્ણ કરવામાં આવ્યા. જેમાં વી.વી.પી. માટે તન, મન અને ધનથી સદાય સમર્પિત એવા ચેરમેન સ્વ.  પ્રવીણકાકા મણીઆરને ગુજરાતમાં ટેકનિકલ ક્ષોત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ 'એવોર્ડ ઓફ સ્ટેટ ઓનર' આપવામાં આવેલ હતો.

(11:37 am IST)