માંડાડુગર પાસે ફલેટમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃપાંચ પતા ટીચતા ઝડપાયા
પોલીસે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી
રાજકોટ તા.૧ : શહેરના માંડાડુગર મેઇન રોડપર આવેલ એપાર્ટમેન્ટના ફલેટમાં મહિલા સંચાલિત જુગારધામ પર આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતી મહિલાઓ સહિત પાંચ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ આજી ડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ આર.જે.જાડેજા તથા કાનજીભાઇ અને કુલદીપ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે માંડાડુંગર પાસે આવેલા એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટ નં.૪૦૩માં દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક માધવીબેન નિલેશભાઇ કુકડીયા, રૈયા ચોકડી બ્રહ્મસમાજ ચોકમાં કાદરી મેન્શન ચોથા માળે રહેતા સકીલાબેન સબ્બીરભાઇ કાદરી, રૈયા ચોકડી શીવપરાના ભાવનાબેન સવસીભાઇ જંજવાડીયા,મવડી ચોકડી જલારામ સોસાયટીના કાજલબેન મહેશભાઇ સવાસરીયા તથા કોઠારીયા સોલવન્ટના મુકેશ લાલજીભાઇ જગતીયાને પકડીલઇ રૂ.૧૩૧૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરીહતી અને તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી