રાજકોટ
News of Tuesday, 1st September 2020

દાદાના દર્શન- આરતીનો લાભ લેતા જીતુભાઈ શાહ- કમલેશ મીરાણી

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ૧ સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય- સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ અને ભકિતપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. ત્યારે શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ જીતુભાઈ શાહ સાથે શહેર ભાજપ પ્રમુખ કલમેશ મીરાણી અને કાર્યાલય પરિવારનાં અનિલભાઈ પારેખનાં હસ્તે મહાઆરતી કરવામાં આવી. ત્યારે તા.૩૧ના દસમાં દિવસે ગણપતિ મહારાજની આરતીનો લાભ ડે.મેયર અશ્વિન મોલીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, શહેર કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, પ્રવિણભાઈ ડોડીયા, રાજ ધામેલીયા, ડી.બી.ખીમસુરીયા, સંદીપ ડોડીયા, વિજય મેર, નલહરી સહિતનાંએ ગણપતિ દાદાની આરતીનો લાભ લીધો હતો.

(3:36 pm IST)