રાજકોટ
News of Tuesday, 1st September 2020

યુવા વર્ગ ઉદ્યોગ સ્થાપી આત્મનિર્ભર બને

સંપૂર્ણ માર્ગદર્શન અખિલ ભારત ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન આપશે : મહેશ રૂડાચ

રાજકોટ તા. ૧ : અત્યાર સુધી વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવી પર્યાવરણ સુધારણાનું અને ઔદ્યોગિક પ્રદુષણ ઘટાડવગાનું અભિયાન ચલાવતા અખિલ ભારત ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશને હવે યુવાનોને ઉદ્યોગના માધ્યમથી આત્મનિર્ભર બનાવવાનું બીડુ ઝડપ્યુ છે.

એસો.ના પ્રમુખ એમ. કે. રૂડાચે એક યાદીમાં જણાવ્યુ છે કે હાલ અખિલ ભારત ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન અને સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી એનિમલ એન્ડ એન્વાયર્મેન્ટના સંયુકત પ્રયાસોથી સમગ્ર ગુજરાત લેવલે યુવા વર્ગ ઉદ્યોગ સ્થાપી આત્મનિર્ભર બને તેવી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. યુવા વર્ગ નોકરી શોધવા ખોટા હવાતીયા મારવાને બદલે જાત મહેનતનો ધંધો શરૂ કરે તે માટે જે કઇ પણ માર્ગદર્શનની જરૂર હશે તે આ સંસ્થા પુરી કરશે.

યુવાનો જ દેશનું મોટુ બળ છે. ત્યારે યુવાનો પોતાની શકિત-ઉર્જાનો ઉપયોગ નાના મોટા ઉદ્યોગો સ્થાપવામાં કરે તો અનેક લોકોને રોજગારી મળતી થાશે. તેની એનર્જીનો સદ્દઉપયોગ થયો ગણાશે.

નવા ઉદ્યોગકારોને પ્રોજેકટ રીપોર્ટ, માર્કેટ રિસર્ચ ફિઝીબીલીટી સર્વે, ઉદ્યોગ સ્થાપવાના લોકેશન સહિતનું તમામ માર્ગદર્શન ઉપરોકત બન્ને સંસ્થા આપી રહી છે. અંદાજીત ૭૦% યુવક યુવતીઓએ પોતાના ઔદ્યોગિક વ્યવસાય થકી આત્મનિર્ભર બનવાની ઇચ્છા વ્યકત કરી છે.

ઉદાહરણ રૂપે જોઇએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં 'બલ્ક ડ્રગ પાર્ક' બની રહ્યો છે. જથ્થાબંધ દવાઓનું ઉત્પાદન થશે. આનાથી ભરૂચ જિલ્લાના વિકાસના દ્વાર ખુલશે.

ગુજરાતના દરેક જિલ્લાના નવા ઉદ્યોગ સાસિકો તૈયાર થાય તે માટેના પ્રયાસો અખિલ ભારત ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનના છે. આમ ખેડુતોના જમીનના પ્રશ્નો ઉકેલવા સરકાર સાથે મધ્યસ્થની બની સેતુરૂપ કાર્ય કરવુ, યુવાનોને ઉદ્યોગ તરફ વાળવા સહીતની જવાબદારી અખિલ ભારત ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન અને સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી, એનીમલ એન્ડ એન્વાયર્મેન્ટ દ્વારા વહન કરવામાં આવી રહી છે. આ પ્રકારની કઇ પણ માહિતી માટે વોટસ એપ મો.૯૦૯૯૫ ૧૮૧૮૫ ઉપર સંપર્ક કરી શકાશે. તેમ પ્રમુખ મહેશ રૂડાચની યાદીમાં જણાવાયુ છે.

(3:38 pm IST)