રાજકોટ
News of Tuesday, 1st September 2020

અભયભાઈ ભારદ્વાજના પત્નિ અને જમાઈને પણ કોરોના પોઝીટીવ : તેમના ડ્રાઈવર અને પીએને પણ કોરોના પોઝીટીવ આવ્યો

રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી અને રાજયસભાના ભાજપના સાંસદ અભયભાઈ ભારદ્વાજ, તેમના પુત્રી અને પૌત્રને તથા તેમની ઓફીસના સ્ટાફના ૮ સભ્યોને ગઈકાલે કોરોના પોઝીટીવ આવ્યો હતો. અભયભાઈને અને તેમના પુત્ર અંશને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન આજે બપોરે ૪ વાગ્યે મળતા અહેવાલો મુજબ અભયભાઈ ભારદ્વાજના પત્નિ અલ્કાબેનને અને અભયભાઈના જમાઈને પણ ટેસ્ટ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યો છે. અલ્કાબેનને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. દરમિયાન અભયભાઈના ડ્રાઈવર અને પીએને પણ કોરોના પોઝીટીવ આવ્યાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર ભાજપના અગ્રીમ હરોળના નેતા અને અભયભાઈના નાનાભાઈ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ અને તેમના પત્નિ વંદનાબેનને કોરોના નેગેટીવ આવેલ છે. જયારે તેમના બંને પુત્રોનો ટેસ્ટ હવે કરાવવામાં આવશે. આમ ભારદ્વાજ પરીવારમાં એક સાથે સંખ્યાબંધ લોકોને કોરોના પોઝીટીવ આવતા ઘેરી ચિંતાની લાગણી ફેલાયેલ છે.

(4:42 pm IST)