રાજકોટ
News of Friday, 1st October 2021

નગ્ન ડાન્સના વાયરલ વિડીયો મામલે રજીસ્ટર-સીસીટીવી ફૂટેજને આધારે પોલીસની તપાસ

કયા દિવસે કોણે રૂમ રાખ્યો’તો વિડીયો કઇ તારીખે ઉતારાયો તે નક્કી કરવામાં સમય લાગશે

રાજકોટ તા. ૧ : ઍક હોટેલમાં ઍક યુવતિ નગ્ન ડાન્સ કરતી હોય તેવો વિડીયો ગઇકાલે સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ આ મામલે જાત જાતની અને ભાત ભાતની ચર્ચાઅો, વાતો વહેતી થઇ જતાં આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિડીયો વાયરલ થયાના પગલે ગઇકાલે સાંજે ક્રાઇમ બ્રાંચની ટૂકડીને શહેરના યાજ્ઞિક રોડ પરની ધ ઇમ્પિરીયલ પેલેસ હોટેલ ખાતે તપાસ કરવા પહોîચી હતી. પોલીસે હાલ હોટેલના રજીસ્ટરની નોîધ, સીસીટીવી ફૂટેજના બેકઅપને આધારે તપાસ આરંભી છે.

ગઇકાલે સોશિયલ મિડીયામાં વિડીયો ફૂટેજ ધડાધડ વાયરલ થયા હતાં. શહેરની ઍક હોટેલના પાંચમા કે છઠ્ઠા માળે ઍક યુવતિ નગ્ન થઇ ડાન્સ કરતી હોવાના મથાળા સાથેના મેસેજીસ વાયરલ થતાંની સાથે જ ચકચાર મચી ગઇ હતી. આ મામલે ઉહાપોહ મચી જતાં સાંજે પોલીસ તપાસના આદેશ અપાયા હતાં. ડીસીપીશ્રી મનોહરસિંહ જાડેજાઍ આ મામલે તપાસ કરવાની સુચના આપતાં ક્રાઇમ બ્રાંચની ટૂકડી જે હોટેલનો વિડીયો હોવાનું મનાતું હતું ઍ હોટેલ પર પહોîચી હતી અને ત્યાંના રજીસ્ટર્સ તથા સીસીટીવી ફૂટેજ અંગે તપાસ શરૂ કરી હતી.

જા કે ઍકાદ કલાક સુધી ચાલેલી તપાસ બાદ પણ કોઇ સ્પષ્ટ વિગતો બહાર આવી શકી નથી. રૂમ કયા દિવસે અને કોણે બૂક કર્યો હતો? વિડીયો કયા દિવસે ઉતર્યો? રૂમમાં કોણ કોણ હતું? ઍ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી શકે છે. જા કે ગત સાંજે હોટેલ પર પહોîચેલી ટીમે હોટેલ મેનેજર સહિત પાસેથી અમુક વિગતો મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાં છેલ્લા કેટલાક દિવસની રજીસ્ટરની યાદી, સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી માંગવામાં આવી હતી.

પરદા જા ખુલ ગયા તો...

‡ ડાન્સ કરતી યુવતિ બારીમાંથી પોતે બહાર દેખાઇ શકે ઍટલા વિસ્તારમાં જ ડાન્સ કરી રહી છે. રૂમમાં તેની સામે કોઇ બેઠુ હોય તો તે તેની નજીક જતી નથી. સોથી મહત્વની વાત ઍ છે કે આ પ્રકારની ડાન્સ પાર્ટી હતી તો ઍ રૂમની બારીનો પરદો કોણે ખોલ્યો? શા માટે ખોલ્યો? વિડીયો શુટીંગ કરનાર વ્યક્તિ બરાબર આ ડાન્સના સમયે જ હોટેલની સામેના ભાગે કઇ રીતે પહોîચી? બારીનો ઍક પરદો ખુલ્લો રહી ગયો ને વિડીયો વાયરલ થઇ ગયો, હવે તપાસનો પરદો ખુલશે તો કોના કોના ભેદ ઉઘાડા પડી જશે? આવુ થશે કે કેમ? તે તરફ સોની મીટ છે.

(3:12 pm IST)